| 26.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - સર્વશક્તિવાન બાપ આવ્યા છે તમને શક્તિ આપવા , જેટલા યાદમાં રહેશો એટલી શક્તિ મળતી રહેશે” | |
| પ્રશ્ન :- | આ ડ્રામા માં સૌથી સારા માં સારો પાર્ટ આપ બાળકોનો છે-કેવી રીતે? |
| ઉત્તર :- | આપ બાળકો જ બેહદનાં બાપ નાં બનો છો. ભગવાન શિક્ષક બનીને તમને જ ભણાવે છે તો ભાગ્યશાળી થયા ને? વિશ્વનાં માલિક તમારા મહેમાન બનીને આવ્યા છે, એ તમારા સહયોગ થી વિશ્વનું કલ્યાણ કરે છે. આપ બાળકોએ બોલાવ્યા અને બાપ આવ્યા, આ છે બે હાથની તાળી. હમણાં બાપ પાસેથી આપ બાળકોને આખાં વિશ્વ પર રાજ્ય કરવાની શક્તિ મળે છે. |
ઓમ્ શાંતિ ! મીઠાં-મીઠાં રુહાની બાળકો રુહાની બાપની સામે બેઠાં છે. શિક્ષકની સામે પણ બેઠાં છે અને આ પણ જાણે છે આ બાબા ગુરુનાં રુપમાં આવ્યા છે આપણને બાળકોને લઈ જવાં. બાપ પણ કહે છે-હે રુહાની બાળકો, હું આવ્યો છું તમને અહીંથી લઈ જવાં. આ જૂની દુનિયા બની ગઈ છે અને આ પણ જાણો છો કે આ દુનિયા છી-છી છે. આપ બાળકો પણ છી-છી બની ગયા છો. સ્વયં જ પોતે કહો છો પતિત-પાવન બાબા, આવીને અમને પતિતો ને આ દુઃખધામ થી શાંતિધામ માં લઈ જાઓ. હમણાં તમે અહીં બેઠા રહો છો તો આ દિલમાં આવવું જોઈએ. બાપ પણ કહે છે હું તમારા નિમંત્રણ પર આવ્યો છું. બાપ યાદ દેવડાવે છે બરાબર તમે બોલાવતા હતા ને આવો. હવે તમને સ્મૃતિ આવી છે અમે બોલાવ્યા છે. હવે બાબા આવેલાં છે ડ્રામા અનુસાર કલ્પ પહેલા ની જેમ. તે લોકો યોજના બનાવે છે ને. આ પણ શિવબાબા નો પ્લાન છે. આ સમયે બધાનાં પોત-પોતાનાં પ્લાન છે ને. ૫ વર્ષનો પ્લાન બનાવે છે, તેમાં આ-આ કરીશું, વાતો જુઓ કેવી આવીને મળે છે. પહેલા આ પ્લાન વગેરે નહોતા બનાવતા, હવે પ્લાન બનાવતા રહે છે. આપ બાળકો જાણો છો આપણા બાબાનો પ્લાન આ છે. ડ્રામાનાં પ્લાન અનુસાર ૫ હજાર વર્ષ પહેલા મેં આ પ્લાન બનાવ્યો હતો. તમે મીઠાં-મીઠાં બાળકો જે અહીં બહુ જ દુઃખી થયા છો, વૈશ્યાલય માં પડ્યા છો, હવે હું આવ્યો છું તમને શિવાલય માં લઈ જવા. એ શાંતિધામ છે નિરાકારી શિવાલય અને સુખધામ છે સાકારી શિવાલય. તો આ સમયે બાપ આપ બાળકોને રિફ્રેશ કરી રહ્યા છે. તમે બાપની સમ્મુખ બેઠા છો ને? બુદ્ધિમાં નિશ્ચય તો છે બાબા આવેલાં છે. “બાબા” શબ્દ બહુ જ મીઠો છે. આ પણ જાણો છો આપણે આત્માઓ એ બાપનાં બાળકો છીએ પછી પાર્ટ ભજવવા માટે આ બાબા નાં બનીએ છીએ. કેટલો સમય તમને લૌકિક બાબા ઓ મળ્યા છે? સતયુગ થી લઈને સુખ અને દુઃખ નો પાર્ટ ભજવ્યો છે. હવે તમે જાણો છો અમારો દુઃખનો પાર્ટ પૂરો થાય છે, સુખનો પાર્ટ પણ પૂરો ૨૧ જન્મ ભજવ્યો છે. પછી અડધો કલ્પ દુઃખનો પાર્ટ ભજવ્યો. બાબા એ તમને સ્મૃતિ દેવડાવી છે, બાબા પૂછે છે બરોબર એવુ છે ને? હવે ફરી તમારે અડધો કલ્પ સુખનો પાર્ટ ભજવવાનો છે. આ જ્ઞાન થી તમારો આત્મા ભરપૂર રહે છે પછી ખાલી થઈ જાય છે. ફરી બાપ ભરપૂર કરે છે, તમારા ગળામાં વિજય માળા પડી છે. ગળામાં જ્ઞાનની માળા છે. બરોબર આપણે ચક્ર લગાવતા રહીએ છીએ. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ ફરી આવીયે છીએ આ સ્વીટ સંગમ પર. આને સ્વીટ કહીશું. શાંતિધામ કોઈ સ્વીટ નથી. સૌથી સ્વીટ છે પુરુષોત્તમ કલ્યાણકારી સંગમયુગ. ડ્રામામાં તમારો પણ સારામાં સારો પાર્ટ છે. તમે કેટલા (લકી) ભાગ્યશાળી છો. બેહદનાં બાપનાં તમે બનો છો. એ આવીને આપ બાળકોને ભણાવે છે. કેટલું ઊંચું, કેટલું સહજ ભણતર છે. કેટલા તમે ધનવાન બનો છો, આમાં કોઈ મહેનત નથી કરવી પડતી. ડોક્ટર, એન્જિનિયર વગેરે કેટલી મહેનત કરે છે, તમને તો વારસો મળે છે, બાપની કમાણી પર બાળકો નો હક હોય છે ને? તમે આ ભણીને ૨૧ જન્મોની સાચ્ચી કમાણી કરો છો. ત્યાં તમને કોઈ ઘાટો નથી પડતો જે બાપ ને યાદ કરવા પડે, એને જ અજપાજાપ કહેવાય છે.
તમે જાણો છો બાબા આવેલા છે. બાપ પણ કહે છે હું આવ્યો છું, બંને હાથ ની તાળી વાગશે ને? બાપ કહે છે મને યાદ કરો તો જન્મ-જન્માંતરનાં પાપ ભસ્મ થઈ જાય. ૫ વિકારો રુપી રાવણે તમને પાપ આત્મા બનાવ્યા છે ફરી પુણ્ય આત્મા પણ બનવાનું છે, આ બુદ્ધિ માં આવવું જોઈએ. આપણે બાપની યાદ થી પવિત્ર બનીને પછી ઘરે જઈશું, બાપની સાથે. ફરી આ ભણતરથી આપણને માઈટ મળે છે. દેવી-દેવતા ધર્મ માટે કહેવાય છે રિલીજન ઈઝ માઈટ (ધર્મ એજ શક્તિ છે). બાપ તો છે સર્વશક્તિવાન. તો બાબાથી આપણને વિશ્વમાં શાંતિ સ્થાપન કરવાની તાકાત મળે છે. આ બાદશાહી આપણાથી કોઈ છીનવી ન શકે. એટલી તાકાત મળે છે. રાજાઓનાં હાથમાં જુઓ, કેટલી તાકાત આવી જાય છે. કેટલા એમનાંથી ડરે છે. એક રાજાને કેટલી પ્રજા, લશ્કર વગેરે હોય છે પરંતુ તે છે અલ્પકાળ ની તાકાત. આ પછી છે ૨૧ જન્મોની તાકાત. હવે તમે જાણો છો આપણને સર્વશક્તિવાન બાપ પાસેથી તાકાત મળે છે વિશ્વ પર રાજ્ય કરવાની. પ્રેમ તો રહે છે ને. દેવતાઓ પ્રેક્ટિકલ માં નથી તો પણ કેટલો પ્રેમ હોય છે. જ્યારે સન્મુખ હશે તો પ્રજાનો કેટલો પ્રેમ હશે. યાદની યાત્રાથી આ બધી તમે તાકાત લઈ રહ્યા છો. આ વાતો ભૂલો નહીં. યાદ કરતાં- કરતાં તમે બહુ જ તાકાત વાળા બની જાઓ છો. સર્વશક્તિવાન બીજા કોઈને નથી કહેવાતું. બધાને શક્તિ મળે છે, આ સમયે કોઈનાં માં શક્તિ નથી, બધા તમોપ્રધાન છે. પછી બધાં આત્માઓને એકથી જ શક્તિ મળી જાય છે પછી પોતાની રાજધાનીમાં આવીને પોત-પોતાનો પાર્ટ ભજવે છે. પોતાનો હિસાબ-કિતાબ કરી ફરી એવી રીતે જ નંબરવાર શક્તિવાન બને છે. પહેલા નંબરમાં છે આ દેવતાઓમાં શક્તિ. આ લક્ષ્મી-નારાયણ બરોબર આખા વિશ્વનાં માલિક હતા ને? તમારી બુદ્ધિમાં આખી સૃષ્ટિનું ચક્ર છે. જેમ તમારા આત્મામાં આ નોલેજ છે, તેમ બાબા નાં આત્મામાં પણ બધી નોલેજ છે. હમણાં તમને જ્ઞાન આપી રહ્યા છે. ડ્રામામાં પાર્ટ ભરેલો છે જે રીપીટ (પુનરાવર્તન) થતો રહે છે. ફરી આ પાર્ટ ૫ હજાર વર્ષ પછી રિપીટ થશે. આ પણ આપ બાળકો જાણો છો. તમે સતયુગમાં રાજ્ય કરો છો તો બાપ રીટાયર્ડ લાઈફ (નિવૃત્તિ) માં રહે છે પછી ક્યારે સ્ટેજ પર આવે છે? જ્યારે તમે દુઃખી થાઓ છો. તમે જાણો છો એમની અંદર પૂરો રેકોર્ડ ભરેલો છે. કેટલો નાનો આત્મા છે, એમાં કેટલી સમજ હોય છે. બાપ આવીને કેટલી સમજ આપે છે. પછી ત્યાં સતયુગમાં આ બધું ભૂલી જાઓ છો. સતયુગમાં તમને આ નોલેજ હોતી નથી. ત્યાં તમે સુખ ભોગવતા રહો છો. આ પણ હવે તમે સમજો છો, સતયુગમાં આપણે દેવતા બની સુખ ભોગવીએ છીએ. હમણાં આપણે બ્રાહ્મણ છીએ. ફરી દેવતા બની રહ્યા છીએ. આ જ્ઞાન બુદ્ધિ માં સારી રીતે ધારણ કરવાનું છે. કોઈને સમજાવવામાં ખુશી થાય છે ને? તમે જાણે પ્રાણ દાન આપો છો. કહે છે ને કાળ આવીને બધાંને લઈ જાય છે. કાળ વગેરે કોઈ છે નહીં. આ તો પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. આત્મા કહે છે હું એક શરીર છોડી ચાલી જાઉં છું ફરી બીજું શરીર લઉં છું. મને કોઈ કાળ નથી ખાતો. આત્માને ફીલિંગ આવે છે. આત્મા જ્યારે ગર્ભમાં રહે છે તો સાક્ષાત્કાર કરી દુઃખ ભોગવે છે. અંદર સજા ભોગવે છે એટલે એને કહેવાય છે ગર્ભ જેલ. કેટલો આ વન્ડરફુલ ડ્રામા બનેલો છે. ગર્ભ જેલમાં સજાઓ ખાઈ પોતાનો સાક્ષાત્કાર કરતા રહે છે. સજા કેમ મળી? સાક્ષાત્કાર તો કરાવશે ને? આ-આ બેકાયદેસર કામ કર્યું છે, આમને દુઃખ દીધું છે. ત્યાં બધા સાક્ષાત્કાર થાય છે પછી પણ બહાર આવીને પાપ આત્મા બની જાય છે. બધા પાપ ભસ્મ કેવી રીતે થશે? એ તો બાળકોને સમજાવ્યું છે-આ યાદની યાત્રાથી અને સ્વદર્શન ચક્ર ફેરવવાથી તમારા પાપ કપાય છે. બાપ કહે પણ છે મીઠાં-મીઠાં સ્વદર્શન ચક્રધારી બાળકો, તમે ૮૪ નું આ સ્વદર્શન ચક્ર ફેરવશો તો તમારા જન્મ-જન્માંતરનાં પાપ કપાઈ જશે. ચક્રને પણ યાદ કરવાનું છે, કોણે આ જ્ઞાન આપ્યું, એમને પણ યાદ કરવાનાં છે. બાબા આપણને સ્વદર્શન ચક્રધારી બનાવી રહ્યા છે. બનાવે તો છે પરંતુ પછી રોજ-રોજ નવા આવે છે તો તેમને તો રીફ્રેશ કરવાનાં હોય છે. તમને બધુ જ્ઞાન મળ્યું છે, હમણાં તમે જાણો છો આપણે અહીં આવ્યા છીએ પાર્ટ ભજવવા. ૮૪ નું ચક્ર લગાવ્યું હવે ફરી પાછું જવાનું છે. આમ ચક્ર ફેરવતા રહો છો? બાપ જાણે છે બાળકો બહુ જ ભૂલી જાય છે. ચક્ર ફેરવવામાં કોઈ તકલીફ નથી, ફુરસદ તો બહુ જ મળે છે. અંત માં તમારી આ સ્વદર્શન ચક્રધારી ની અવસ્થા રહેશે. તમારે એવું બનવાનું છે. સંન્યાસી લોકો તો આ શિક્ષણ આપી નહીં શકે. સ્વદર્શનચક્ર ને સ્વયં ગુરુ લોકો જ જાણતા નથી. તેઓ તો ફક્ત કહેશે ચલો ગંગાજી પર. કેટલા સ્નાન કરે છે! વધારે સ્નાન કરવાથી ગુરુઓની આવક થાય છે. ઘડી-ઘડી યાત્રા પર જાય છે. હવે તે યાત્રા અને આ યાત્રા માં ફર્ક જુઓ કેટલો છે. આ યાત્રા તે બધી યાત્રાઓ છોડાવી દે છે. આ યાત્રા કેટલી સહજ છે. ચક્ર પણ ફેરવો. ગીત પણ છે ને - ચારો તરફ લગાએ ફેરે ફિર ભી હરદમ દૂર રહે. બેહદનાં બાપ થી દૂર રહ્યા. આ તમને મહેસૂસતા આવે છે. તે લોકો આ અર્થ ને નથી જાણતા. હવે તમે જાણો છો બહુ જ ફેરા લગાવતા રહ્યા. હવે આ ફેરાથી તમે છૂટી ગયા છો. ફેરા લગાવતા કોઈ નજીક નથી આવતા બહુ જ દૂર થતાં ગયા.
હવે ડ્રામા પ્લાન અનુસાર બાપને જ આવવું પડે છે, બધાંને સાથે લઇ જવા. બાપ કહે છે મારી મત પર તમારે ચાલવાનું જ છે, પવિત્ર બનવાનું છે. આ દુનિયાને જોવા છતાં નહીં જુઓ. જ્યાં સુધી નવું મકાન બનીને તૈયાર થઈ જાય ત્યાં સુધી જૂનાંમાં રહેવું પડે છે. બાપ સંગમ પર જ આવે છે વારસો આપવા. બેહદનાં બાપ નો છે બેહદનો વારસો. બાળકો જાણે છે બાપનો વારસો અમારો છે. એ ખુશી માં રહે છે. પોતાની કમાણી પણ કરે છે અને બાપનો વારસો પણ મળે છે. તમને તો વારસો જ મળે છે. ત્યાં તમને ખબર નહીં પડે સ્વર્ગ નો વારસો અમને કેવી રીતે મળ્યો? ત્યાં તો તમારું જીવન બહુ જ સુખી રહે છે કારણકે તમે બાપને યાદ કરી માઈટ લો છો. શક્તિ લો છો. પાપ કાપવા વાળા પતિત-પાવન એક જ બાપ છે. બાપ ને યાદ કરવા અને સ્વદર્શન ચક્ર ફરાવવાથી જ તમારા પાપ કપાય છે. આ સારી રીતે નોંધ કરો. આ જ સમજાવવું બસ છે. આગળ જઈ તમારે ટિક-ટિક નહીં કરવી પડશે. એક ઈશારો જ બસ છે. બેહદનાં બાપ ને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. તમે નર થી નારાયણ, નારી થી લક્ષ્મી બનવા આવો છો. આ તો યાદ છે ને? બીજા કોઈની પણ બુદ્ધિમાં આ વાત નથી આવતી. અહીંયા આવો છો, બુદ્ધિમાં છે આપણે જઈએ છીએ બાપદાદાની પાસે. એમનાંથી નવી દુનિયા સ્વર્ગનો વારસો લેવા.
બાપ કહે છે સ્વદર્શન ચક્રધારી બનવાથી તમારા વિકર્મ વિનાશ થઇ જશે. હવે જે તમારું જીવન હીરા જેવું બનાવે છે એને જુઓ. આ પણ તમે સમજો છો-આમાં જોવાની કોઈ વાત નથી. આ તમે દિવ્ય દ્રષ્ટિ દ્વારા જાણો છો. આત્મા જ ભણે છે આ શરીર દ્વારા - આ જ્ઞાન હમણાં મળ્યું છે. આપણે જે કર્મ કરીએ છીએ, આત્મા જ શરીર લઈને કર્મ કરે છે. બાબાએ પણ ભણાવવાનું છે, એમનું નામ તો સદૈવ શિવ જ છે. શરીરનાં નામ બદલાય છે. આ શરીર તો આપણું નથી, આ એની મિલકત છે. શરીર આત્માની મિલકત હોય છે, જેનાંથી પાર્ટ ભજવે છે. આ તો બિલકુલ સહજ સમજની વાત છે. આત્મા તો બધામાં છે, બધાનાં શરીરનાં નામ અલગ-અલગ પડે છે. આ પછી છે પરમ આત્મા, સુપ્રીમ આત્મા. ઊંચે થી ઊંચા છે. હવે તમે સમજો છો ભગવાન તો એક છે ક્રિયેટર. બાકી બધા છે રચના પાર્ટ ભજવવા વાળા. આ પણ જાણી ગયા છો કેવી રીતે આત્માઓ આવે છે, પહેલા-પહેલા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં આત્માઓ હોય છે થોડા. પછી પાછળથી લાયક બને છે પહેલા આવવા માટે. આ સૃષ્ટિ ચક્ર ની જેમ કે માળા છે જે ફરતી રહે છે. માળાને તમે ફેરવો છો તો બધા દાણા નું ચક્ર ફરે છે ને? સતયુગ માં ભક્તિ જરા પણ નથી હોતી. બાપે સમજાવ્યું છે - હે આત્માઓ, મામેકમ્ યાદ કરો. તમારે ઘરે જરુર જવાનું છે, વિનાશ સામે ઊભો છે. યાદ થી જ પાપ કપાશે અને પછી સજાઓ ખાવાથી પણ છૂટી જશો. પદ પણ સારું મળશે. નહીં તો સજાઓ બહુ જ ખાવી પડશે. હું આપ બાળકોની પાસે કેટલો સારો મહેમાન છું. હું આખા વિશ્વનું પરિવર્તન કરું છું, જૂનાં વિશ્વને નવું બનાવી દઉં છું. તમે પણ જાણો છો બાબા કલ્પ-કલ્પ આવીને વિશ્વ નું પરિવર્તન કરી જૂનાં વિશ્વને નવું બનાવી દે છે. આ વિશ્વ નવાં થી જૂનું, જૂનાં થી નવું થાય છે ને. તમે આ સમયે ચક્ર ફેરવતા રહો છો. બાપની બુદ્ધિ માં જ્ઞાન છે, વર્ણન કરે છે તમારી બુદ્ધિમાં પણ છે ચક્ર કેવી રીતે ફરે છે. તમે જાણો છો બાબા આવેલાં છે, એમની શ્રીમત પર આપણે પાવન બનીએ છીએ. યાદથી જ પાવન બનતા જઈશું, પછી ઊંચ પદ મેળવશું. પુરુષાર્થ પણ કરાવવો જરુરી છે. પુરુષાર્થ કરાવવા માટે કેટલા ચિત્ર વગેરે બનાવે છે. જે આવે છે એમને તમે ૮૪ નાં ચક્ર પર સમજાવો છો. બાપને યાદ કરવાથી તમે પતિત થી પાવન બની જશો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- જ્ઞાન ને બુદ્ધિ માં સારી રીતે ધારણ કરી અનેક આત્માઓ ને પ્રાણ-દાન આપવાનાં છે, સ્વદર્શન ચક્રધારી બનવાનું છે.
- આ સ્વીટ (મીઠા) સંગમ પર પોતાની કમાણી ની સાથે-સાથે બાપની શ્રીમત પર ચાલી પૂરો વારસો લેવાનો છે. પોતાનું જીવન સદા સુખી બનાવવાનું છે.
| વરદાન :- |
સદા વરદાનો ને સમય પર કાર્ય માં લગાવીને ફળીભૂત બનાવવા વાળા ફળ સ્વરુપ ભવ બાપદાદા દ્વારા સમય પ્રત્યે સમય જે પણ વરદાન મળે છે એને સમય પર કાર્યમાં લગાવો ફક્ત વરદાન સાંભળીને ખુશ નહીં થાઓ કે આજે બહુ જ સારું વરદાન મળ્યું. વરદાનો ને કામમાં લગાવવાથી વરદાન કાયમ રહે છે. વરદાન તો અવિનાશી બાપ નાં છે પરંતુ એમને ફરી ભૂત કરવાના છે એના માટે વરદાન ને વારંવાર સ્મૃતિ નું પાણી આપો. વરદાન નાં સ્વરુપ માં સ્થિત થવાનો તડકો આપો તો વરદાન અને ફળ સ્વરુપ બની જશો. |
| સ્લોગન :- | વિશેષતાઓ પ્રભુ-પ્રસાદ છે, એમને સેવામાં લગાવો, વહેંચો અને વધારો. |