| 27.10.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
“અવ્યક્ત-બાપદાદા”
|
રીવાઈઝ ૦૮-૧૦-૦૨ મધુબન |
“ આત્મિક - પ્રેમ ની મૂર્તિ બની શિક્ષા અને સહયોગ સાથે - સાથે આપો”
( વિશેષ મધુબન નિવાસી ભાઈ - બહેનો સાથે મુલાકાત )
આજે પ્રેમ નાં સાગર બાપદાદા પોતાનાં માસ્ટર જ્ઞાન સાગર બાળકો સાથે મિલન મનાવી રહ્યા છે. આ પરમાત્મ-પ્રેમ બાળકોની પાલના નો આધાર છે. જેમ પરમાત્મ-પ્રેમ બ્રાહ્મણ-જીવન નો આધાર છે, એમ જ બ્રાહ્મણ-સંગઠન નો આધાર આત્મિક પ્રેમ છે. જે આત્મિક પ્રેમ આપ બાળકો જ અનુભવ કરી શકો છો. આજ નાં વિશ્વ નાં આત્માઓ આ સાચાં, નિઃસ્વાર્થ આત્મિક પરમાત્મ-પ્રેમ નાં પ્યાસા છે. આવો સાચ્ચો પ્રેમ સિવાય આપ બ્રાહ્મણ આત્માઓનાં કોઈને પ્રાપ્ત નથી થઈ શકતો. પ્યાસા આત્માઓની પ્યાસ પૂર્ણ કરવાવાળા પોતાને દરેક સમયે પરમાત્મ-પ્રેમ અથવા આત્મિક પ્રેમમાં સમાયેલા અનુભવ કરો છો? પ્રેમનાં દાતા અથવા દેવતા સદા રહો છો? ચાલતાં-ફરતાં આત્મિક પ્રેમ ની વૃત્તિ, દૃષ્ટિ, બોલ, સંબંધ-સંપર્ક અર્થાત્ કર્મ અનુભવ કરો છો? કેવાં પણ આત્મા હોય પરંતુ આપ બ્રાહ્મણો ની નેચરલ વૃત્તિ, બ્રાહ્મણ-નેચર બની ગઈ છે? બનાવવી પડે છે કે બની ગઈ છે? ફોલો ફાધર, ફોલો મધર. પોતાનાં બ્રાહ્મણ-જન્મ નાં આદિ સમય ને યાદ કરો. ભિન્ન-ભિન્ન નેચર વાળા બાપનાં બન્યાં. પ્રેમ નાં સાગર બાપે એક જ પ્રેમ નાં સાગર નાં સ્વરુપ ની અનાદિ નેચર થી પોતાનાં બનાવી લીધા ને? જો તમારા બધા ની ભિન્ન-ભિન્ન નેચર જોત તો પોતાનાં બનાવી શકત? તો પોતાનાથી પૂછો, મારો નેચરલ નેચર શું છે? કોઈ નો પણ કમજોર નેચર; હકીકત માં બ્રાહ્મણ-જીવન નો નેચરલ નેચર માસ્ટર પ્રેમ નાં સાગર છે. જ્યારે દુનિયા વાળા પણ કહે છે કે પ્રેમ પથ્થરને પણ પાણી કરે છે, તો આત્મિક-પ્રેમ, પરમાત્મ-પ્રેમ લઈને આપવા વાળા, ભિન્ન-ભિન્ન પરિવર્તન નથી કરી શકતાં? કરી શકો છો કે નહીં? પાછળ વાળા બોલો? જે સમજે છે કરી શકીએ છીએ તે એક હાથ ઉઠાવો. હાથ ઊંચો ઉઠાવો, નીચો નહીં. (બધા એ હાથ ઉઠાવ્યો) સારું, મુબારક હો! પછી પરિસ્થિતિ આવે છે. પરિસ્થિતિ તો આવવાની જ છે. આ તો બ્રાહ્મણ-જીવન નાં રસ્તા નાં સાઈડસીન્સ છે. અને સાઈડસીન્સ ક્યારેય એક જેવા નથી હોતાં. કોઈ સુંદર પણ હોય, કોઈ ગંદકીનાં પણ હોય છે. પરંતુ પાર કરવાનું રાહીનું કામ છે, ન કે સાઈડસીન બદલવાની વાત છે. તો બાપદાદા શું ઈચ્છે છે! બધા જાણવામાં તો હોશિયાર થઈ ગયા છો ને?
આજે મધુબન નિવાસીઓને વિશેષ ચાન્સ મળ્યો છે. ગોલ્ડન ચાન્સ છે ને? સારું. આ ગોલ્ડન ચાન્સ નું રિટર્ન શું? ખૂબ ઉમંગ-ઉત્સાહ થી ચાન્સ લીધો છે. આમ નીચે બેસવા વાળા પણ મધુબન નિવાસી છે (મધુબન નિવાસી ભાઈ-બહેનો નાં સિવાય અન્ય બધા પાંડવ ભવનમાં મોરલી સાંભળી રહ્યા છે) પરંતુ આજે ફક્ત ગ્રુપ-ગ્રુપ ને મળવાનો ચાન્સ છે. આટલા ભેગા તો દૂર-દૂર થી થઈ જાય છે એટલે થોડા-થોડા ભાગ બનાવ્યાં છે. બાકી છે બધા મધુબન નિવાસી. જ્યારે સેન્ટર પર રહેવાવાળા નું પણ એડ્રેસ મધુબન જ છે ને? તો બ્રાહ્મણ અર્થાત્ પર્મનેન્ટ એડ્રેસ મધુબન. ઘર મધુબન છે બાકી સેવા સ્થાન છે. તો નીચે વાળા એવું નહીં સમજો કે આજે અમને મધુબન નિવાસીઓ થી કાઢી નાખ્યા છે. નહીં, આપ બધા મધુબન નિવાસી છો. ફક્ત તમારી સામે બાપદાદા જોવા ઈચ્છે છે. તો નાનાં ગ્રુપમાં જોઈ શકે છે. હવે જુઓ, પાછળ જોવા વાળા પણ આટલા સ્પષ્ટ નથી દેખાતા, આ નજીક વાળા સ્પષ્ટ દેખાય છે. પરંતુ પાછળ વાળા દિલ થી દૂર નથી. નીચેવાળા પણ દિલથી દૂર નથી. તો બાપદાદા આ જ ઈચ્છે છે કે વર્તમાન સમય પ્રમાણે લવ અને લૉ નું બેલેન્સ રાખવું પડે છે, પરંતુ લૉ અને લવ નું બેલેન્સ મેળવીને લૉ ન લાગે. લૉ માં પણ લવ મહેસુસ થાય. જેમ સાકાર સ્વરુપ માં બાપ ને જોયા. લૉ ની સાથે લવ એટલો આપ્યો જે દરેકનાં મુખે થી આ જે નીકળતું કે બાબા નો મારા સાથે પ્રેમ છે. મારા બાબા છે. લૉ જરુર ઉઠાવો પરંતુ લૉ ની સાથે લવ પણ આપો. ફક્ત લૉ નહીં. ફક્ત લૉ થી ક્યાંક-ક્યાંક આત્માઓ કમજોર થવાને કારણે દિલશિકસ્ત થઈ જાય છે. જ્યારે સ્વયં આત્મિક પ્રેમ ની મૂર્તિ બનશો ત્યારે બીજાઓને પ્રેમની, (આત્મિક પ્રેમ, બીજો પ્રેમ નહીં) આત્મિક પ્રેમ અર્થાત્ હર સમસ્યાને હલ કરવામાં સહયોગી બનવું. ફક્ત શિક્ષા આપવી નહીં, શિક્ષા અને સહયોગ સાથે-સાથે આપજો - આ છે આત્મિક-પ્રેમ ની મૂર્તિ બનવું. તો આજે વિશેષ બાપદાદા દર બ્રાહ્મણ આત્માને, ભલે દેશ, ભલે વિદેશ ચારેય તરફનાં સર્વ બાળકોને આજ વિશેષ અન્ડરલાઇન કરાવે છે કે આત્મિક પ્રેમની મૂર્તિ બનો. બીજા આત્માઓ ની આત્મિક પ્રેમની પ્યાસ બુજાવવા વાળા દાતા-દેવતા બનો. ઠીક છે ને! સારું.
(પછી બાપદાદાએ મધુબન વાળાઓથી ચિટચેટ કરી તથા બધા ને નજરથી નિહાલ કરતાં દૃષ્ટિ આપી)
હોસ્પિટલ, આબુ નિવાસી તથા પાર્ટીઓથી અવ્યક્ત બાપદાદાની મુલાકાત:-
બધા પોતાને ખુશનસીબ સમજો છો? આખા વિશ્વમાં બધા થી ઊંચા માં ઊંચું નસીબ કોનું છે? દરેક શું સમજો છો કે બધા થી ઊંચા માં ઊંચું નસીબ મારું છે! દરેક એવું સમજો છો? જ્યારે ખુશનસીબ છો તો ખુશ રહો છો? સદા ખુશ રહો છો? ક્યારેક-ક્યારેક તો નહીં ને! જ્યારે બાપદાદાએ ભાગ્યનો તારો ચમકાવી દીધો તો ચમકતા તારા ને જોઈ ખુશ રહો છો? દિલમાં સદા ખુશીનાં વાજા વાગે છે. વાગે છે? કયું ગીત દિલ ગાય છે? "વાહ મારું શ્રેષ્ઠ ભાગ્ય" - આ ગીત ગાઓ છો? આખુ કલ્પ તમારા ભાગ્ય નું ગાયન થતું રહે છે. અડધો કલ્પ ભાગ્ય ની પ્રારબ્ધ ભોગવો છો અને અડધો કલ્પ તમારા ભાગ્ય નું ગાયન અનેક આત્માઓ ગાતા રહે છે. બધા થી વિશેષ વાત છે કે બાપ ને આખા વિશ્વમાંથી કોણ પસંદ આવ્યાં? આપ પસંદ આવ્યાં ને! કેટલાં આત્માઓ છે પરંતુ તમે જ પસંદ આવ્યાં. જેમને ભગવાને પસંદ કરી લીધા, એનાથી વધારે શું હશે! તો સદા બાપની સાથે પોતાનું ભાગ્ય પણ યાદ રાખો. ભગવાન અને ભાગ્ય. આખા કલ્પ માં આવા કોઈ આત્મા હશે જેમને રોજ યાદપ્યાર મળે? પ્રભુ પ્રેમ મળે? રોજ યાદપ્યાર મળે છે ને? બધા થી વધારે લાડલા કોણ છે? આપ જ લાડલા છો ને? તો સદા પોતાનાં ભાગ્ય ને યાદ કરવાથી વ્યર્થ વાતો ભાગી જશે. ભગાવવી નહીં પડશે, સહજ જ ભાગી જશે.
હમણાં વર્તમાન સમય પ્રમાણે સંગમયુગ નાં સમય નું મહત્વ સમજીને દર સેકન્ડ પોતાની પ્રારબ્ધ શ્રેષ્ઠ બનાવતા રહો. એક સેકન્ડ પણ વ્યર્થ ન જાય કારણકે એક-એક સેકન્ડનું ખૂબ ઊંચું મહત્વ છે. સેકન્ડ નથી જતી પરંતુ બહુ જ સમય જાય છે અને આ સમય પછી નથી મળવાનો. સમય નો પરિચય છે ને? સારી રીતે સ્મૃતિ માં રહે છે? જુઓ, આજે તમારા બધા ને સ્પેશિયલ સમય મળ્યો છે ને? જો સાથે આવત તો દેખાત પણ નહીં. હમણાં જોઈ તો રહ્યા છે કોણ-કોણ છે. બધા વિશેષ આત્માઓ છો. ફક્ત પોતાની વિશેષતાને જાણી વિશેષતાને કાર્યમાં લગાવો. ડ્રામા અનુસાર દરેક બ્રાહ્મણ આત્માને કોઈ ન કોઈ વિશેષતા પ્રાપ્ત છે. એવાં કોઈ નથી જેમાં કોઈ વિશેષતા ન હોય. તો તમારી વિશેષતાઓ ને સદા સ્મૃતિ માં રાખો અને એમને સેવા માં લગાવો. દરેકની વિશેષતા, ઉડતી કળા ની ખૂબ તીવ્ર વિધિ બની જાય છે. સેવામાં લગાવવી, અભિમાનમાં નથી આવવાનું કારણ કે સંગમ પર દરેક વિશેષતા ડ્રામા અનુસાર પરમાત્મ-દેન છે. પરમાત્મ-દેન માં અભિમાન નહીં આવશે. જેમ પ્રસાદ હોય છે ને એને કોઈ પોતાનો નથી કહેતા કે મારો પ્રસાદ છે, પ્રભુ-પ્રસાદ છે. આ વિશેષતાઓ પણ પ્રભુ-પ્રસાદ છે. પ્રસાદ ફક્ત પોતાના પ્રત્યે નથી યુઝ કરાતો, આપતા જાઓ છો. આપો છો, મહાદાની છો, વરદાની પણ છો. પાંડવ પણ વરદાની, મહાદાની છે, શક્તિઓ પણ મહાદાની છે? એક-બે કલાક નાં મહાદાની નહીં, ખુલ્લો ભંડાર, એટલે બાપને ભોલા ભંડારી કહે છે, ખુલ્લા ભંડાર છે ને. આત્માઓને અંજલી આપતા જાઓ, કેટલી મોટી લાઈન છે ભિખારીઓની. અને તમારી પાસે કેટલો ભરપૂર ભંડાર છે? અખૂટ ભંડાર છે, ખૂટવા વાળો છે શું? આપવામાં ઈકોનોમી તો નથી કરતાં? આમાં ફ્રાક દિલથી આપો. વ્યર્થ ગુમાવવામાં ઈકોનોમી કરો પરંતુ આપવામાં ખુલ્લા દિલથી આપો.
બધા ખુશ છો? ક્યારેક-ક્યારેક થોડું-થોડું થાય છે. ક્યારેક મૂડ ઓફ, ક્યારેક મૂડ ખૂબ જ ખુશ, એવું તો નથી ને? ફોલો ફાધર, બાપદાદા મૂડ ઓફ કરે છે શું? તો ફોલો ફાધર છે ને? બાપદાદા ની પાસે સ્પેશિયલ બ્રાહ્મણ-બાળકો માટે ટી.વી. છે, એમાં બધા નાં ભિન્ન-ભિન્ન મૂડ આવે છે. કેટલી મજા આવતી હશે જોવામાં? સદા મહાદાની બનવા વાળાનાં મૂડ બદલાતા નથી. દાતા છો ને? દેતા જાઓ. દેવતા બનવા વાળા એટલે આપવા વાળા. લેવતા નહીં દેવતા. કેટલી વાર દેવતા બન્યાં છો? અનેક વાર બન્યાં છો ને. તો દેવતા અર્થાત્ આપવાના સંસ્કાર વાળા. કોઈ કંઈ પણ આપે પરંતુ તમે સુખની અંજલી, શાંતિ ની અંજલી, પ્રેમની અંજલી આપો. લોકોની પાસે છે જ દુઃખ-અશાંતિ તો શું આપશે? તે જ આપશે ને? અને તમારી પાસે શું છે - સુખ-શાંતિ. બધું ઠીક છે ને! સારું! મિલન મનાવ્યું, એવું તો નથી સમજતા અમે તો પાછળ આવ્યાં. સ્પેશિયલ આવ્યા છો. નજીક તો મધુબન માં રહી રહ્યા છો. મધુબનનો ઘેરાવ તો સારો કર્યો છે.
હોસ્પિટલ વાળા પણ સેવા સારી કરી રહ્યા છે. શાંતિવન નાં પણ ઘણા છે. પાર્ટી વાળા સિકીલધા છે. થોડા છે એટલે સિકીલધા છે. વિદેશીઓ વગર પણ શોભા નથી, એટલે દરેક ગ્રુપમાં પોતાની શોભા વધારવા સારું આવી જાવ છો. અચ્છા.
સેવાધારીઓ સાથે અવ્યક્ત બાદદાદા ની મુલાકાત:-
બધા સેવાનાં નિમિત્ત પોતાનું ભાગ્ય બનાવવા વાળા છો કારણકે આ યજ્ઞ-સેવા નું પુણ્ય ખૂબ મોટું છે. તનથી સેવા તો કરો છો પરંતુ મનથી પણ સેવા કરતા રહો, તો ડબલ પુણ્ય થઈ જાય છે. મનસા સેવા અને તનની સેવા. જે પણ આવે છે સેવાધારીઓની સેવાથી વાયુમંડળમાં જોઈ પોતાનો લાભ લઈને જાય છે. તો જેટલા પણ આવે છે સેવાનાં સમયે, એટલા આત્માઓ નું પુણ્ય અથવા દુવાઓ જમા થઈ જાય છે. આવી સેવા કરો છો, તનથી પણ અને મન થી પણ. ડબલ સેવાધારી છો કે સિંગલ, કોણ છો? ડબલ. કરો છો? સેવાનું પ્રત્યક્ષ ફળ પણ મળતું રહે છે. જેટલો સમય રહો છો, એક્સ્ટ્રા ખુશી મળે છે ને! તો પ્રત્યક્ષ પણ ખાઓ છો, દુવાઓ પણ જમા થાય છે, ભવિષ્ય પણ બન્યું અને વર્તમાન પણ બન્યું. બાપદાદાને પણ ખુશી થાય છે કે બાળકો પોતાની પ્રારબ્ધ ખૂબ સહજ અને શ્રેષ્ઠ બનાવી રહ્યા છે. બસ સેવા, સેવા અને સેવા. બીજી કોઈ વાતમાં નહીં જતાં. સેવા અર્થાત્ જમા કરવું. જેટલો પણ સમય મળે છે તો ડબલ કમાઈ કરો. પ્રત્યક્ષફળ પણ, ભવિષ્ય પણ. સેવાનો ચાન્સ પણ આપ આત્માઓને પ્રાપ્ત છે. સેવાધારીઓથી બાપદાદાનો વિશેષ પ્રેમ છે કારણ કે બાપદાદા પણ વિશ્વનાં સેવક છે તો સમાન થઈ ગયા ને? મન ને બીઝી રાખો છો કે ખાલી રાખો છો? મધુબન અર્થાત્ યાદ અને સેવા. ચાલતાં-ફરતાં મન યાદ માં અથવા સેવામાં બીઝી રહે. બધા ખુશ રહો છો? ક્યારેક-ક્યારેક વાળા તો નથી? સદા ખુશ રહેવાવાળા. તમારી ખુશીને જોઈ બીજા પણ ખુશ થઈ જાય છે. સેવાધારીઓને પણ ટર્ન મળ્યો, ખુશ છો ને! ટર્ન મળ્યો ને વિશેષ? મધુવન વાળાઓ નિમિત્તે તમારો પણ ગોલ્ડન ચાન્સ થઈ ગયો. સ્વયં સદા સ્વમાનમાં રહી ઉડતા રહો. સ્વમાનને ક્યારેય નહીં છોડો, ભલે ઝાડુ લગાવી રહ્યા છો પરંતુ સ્વમાન શું છે? વિશ્વ નાં સર્વ આત્માઓમાં શ્રેષ્ઠ આત્મા છું. તો પોતાનું રુહાની સ્વમાન કોઈ પણ કામ કરતા ભૂલતા નહીં. નશો રહે છે ને? રુહાની નશો. અમે કોના બની ગયા? ભાગ્ય યાદ રહે છે ને? ભૂલતા તો નથી? જેટલો પણ સમય સેવા માટે મળે છે એટલો સમય એક-એક સેકન્ડ સફળ કરો. વ્યર્થ જાય, સાધારણ પણ નહીં. રુહાની નશા માં, રુહાની પ્રાપ્તિઓ માં સમાઈ જાય. એવું લક્ષ રાખો છો ને? અચ્છા, ઓમ્ શાંતિ.
| વરદાન :- |
સ્નેહની ઉડાન દ્વારા સદા સમીપતાનો અનુભવ કરવાવાળા સ્નેહી મૂર્ત ભવ બધા બાળકોમાં બાપદાદા નો સ્નેહ સમાયેલો છે, સ્નેહની શક્તિથી બધાં આગળ ઉગતા જઈ રહ્યા છો. સ્નેહની ઉડાન તન અથવા મનથી, દિલથી બાપનાં સમીપ લઈ આવે છે. ભલે જ્ઞાન-યોગ-ધારણા માં બધા યથાશક્તિ નંબરવાર છે પરંતુ સ્નેહ માં દરેક નંબરવન છે. આ સ્નેહ જ બ્રાહ્મણ-જીવન પ્રદાન કરવાનો મૂળ આધાર છે. સ્નેહ નો અર્થ છે પાસે રહેવું, પાસ થવું અને દરેક પરિસ્થિતિને ખૂબ સહજ પાસ કરવી. |
| સ્લોગન :- | પોતાની નજરો માં બાપ ને સમાવી લો માયા ની નજર થી બચી જશે. |