ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 28 ઑક્ટોબર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી28 ઑક્ટોબર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

28.10.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - સદ્દગુરુ ની પહેલી - પહેલી શ્રીમત છે દેહી - અભિમાની બનો , દેહ - અભિમાન છોડી દો”
પ્રશ્ન :- આ સમયે આપ બાળકો કોઈ પણ ઇચ્છા કે ચાહના નથી રાખી શકતાં - કેમ?
ઉત્તર :- કારણ કે તમે બધા વાનપ્રસ્થી છો. તમે જાણો છો આ આંખોથી જે કંઈ જોઈએ છીએ તે વિનાશ થવાનું છે. હવે તમને કંઈ પણ નથી જોઈતું, બિલકુલ બેગર (ગરીબ) બનવાનું છે. જો એવી કોઈ ઊંચી ચીજ પહેરશો તો ખેંચશે, પછી દેહ-અભિમાનમાં ફસાતા રહેશો. આમાં જ મહેનત છે. જ્યારે મહેનત કરી પૂરા દેહી-અભિમાની બનો ત્યારે વિશ્વની બાદશાહી મળશે.

ઓમ્ શાંતિ ! આ ૧૫ મિનિટ કે અડધો કલાક બાળકો બેઠાં છે, બાબા પણ ૧૫ મિનિટ બેસાડે છે કે સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો. આ શિક્ષણ એક જ વાર મળે છે પછી ક્યારેય નહીં મળશે. સતયુગમાં આવું નહીં કહેશે કે આત્મ-અભિમાની થઈ બેસો. આ એક જ સદ્દગુરુ કહે છે, એમનાં માટે કહેવાય છે એક સદ્દગુરુ તારે, બાકી બધાં ડૂબાડે. અહીં બાપ તમને દેહી-અભિમાની બનાવે છે. પોતે પણ દેહી છે ને. સમજાવવા માટે કહે છે હું આપ બધા આત્માઓનો બાપ છું, એમને તો દેહી બની બાપને યાદ નથી કરવાનાં. યાદ પણ એ જ કરશે જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં હશે. એવાં તો બહુ જ હોય છે ને, નંબરવાર પુરુષાર્થ અનુસાર. આ વાત બહુજ સમજવાની અને સમજાવવાની છે. પરમપિતા પરમાત્મા તમારા બધાનાં બાપ પણ છે, અને પછી નોલેજફુલ પણ છે. આત્મા માં જ નોલેજ રહે છે ને? તમારો આત્મા સંસ્કાર લઇ જાય છે. બાપ માં તો પહેલાથી જ સંસ્કાર છે. એ બાપ છે, આ તો બધા જાણે પણ છે. પછી બીજી એમનામાં ખૂબી છે, જે એમનામાં ઓરીજનલ નોલેજ છે. બીજરુપ છે. જેમ બાપ તમને બેસી સમજાવે છે, તમારે પછી બીજાઓને સમજાવવાનું છે. બાપ મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ છે પછી એ સત્ છે, ચૈતન્ય છે, નોલેજફુલ છે, એમને આ આખા ઝાડ ની નોલેજ છે. બીજા કોઈને પણ આ ઝાડ ની નોલેજ છે નહીં. એનું બીજ છે બાપ, જેમને પરમપિતા પરમાત્મા કહેવાય છે. જેમ કેરીનું ઝાડ છે તો એનાં રચયિતા બીજ ને કહીશું ને? એ જાણે બાપ થઈ ગયા પરંતુ તે તો જડ છે. જો ચૈતન્ય હોત તો તેને ખબર હોત ને - મારાથી ઝાડ આખું કેવી રીતે નીકળે છે. પરંતુ એ જડ છે, તેનું બીજ નીચે ઉગાડવામાં આવે છે. આ તો છે ચૈતન્ય બીજરુપ. આ ઉપર રહે છે. તમે પણ માસ્ટર બીજરુપ બનો છો. બાપ પાસે થી તમને નોલેજ મળે છે. એ છે ઊંચે થી ઊંચા. પદ પણ તમે ઊંચું પામો છો. સ્વર્ગમાં પણ ઊંચ પદ જોઈએ ને? આ મનુષ્ય નથી સમજતા. સ્વર્ગમાં દેવી-દેવતાઓની રાજધાની છે. રાજધાનીમાં રાજા, રાણી, પ્રજા, ગરીબ, સાહૂકાર વગેરે આ બધાં કેવી રીતે બન્યા હશે? હવે તમે જાણો છો, આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કેવી રીતે થઈ રહી છે, કોણ કરે છે? ભગવાન. બાપ ફરી કહે છે–બાળકો, જે કંઈ થાય છે ડ્રામાનાં પ્લાન અનુસાર. બધા ડ્રામા ને વશ છે. બાપ પણ કહે છે હું ડ્રામા ને વશ છું. મને પણ પાર્ટ મળેલો છે. એ જ પાર્ટ ભજવું છું. એ છે સુપ્રીમ આત્મા. એમને સુપ્રીમ ફાધર (સર્વોચ્ચ પિતા) કહેવાય છે, બીજા તો બધાને કહેવાય છે બ્રધર (ભાઈ). બીજા કોઈને ફાધર, શિક્ષક, ગુરુ નથી કહેવાતું. એ બધાનાં સુપ્રીમ બાપ પણ છે, શિક્ષક, સદ્દગુરુ પણ છે. આ વાતો ભૂલવી ન જોઈએ. પરંતુ બાળકો ભૂલી જાય છે કારણકે નંબરવાર પુરુષાર્થ અનુસાર રાજધાની સ્થાપન થઈ રહી છે. દરેક જેવો પુરુષાર્થ કરે છે, એ ઝટ સ્થૂળમાં પણ ખબર પડી જાય છે - આ બાપને યાદ કરે છે કે નહીં? દેહી અભિમાની બન્યા છે કે નહીં? આ જ્ઞાન માં તીખા છે, એક્ટિવિટી (પ્રવૃત્તિ) થી સમજાય છે. બાપ કોઈને કંઈ ડાયરેક્ટ કહેતા નથી. ફંક (નારાજ) ન થઈ જાય. અફસોસમાં ન પડી જાય કે આ બાબા એ શું કહ્યું, અને બધા શું કહેશે! બાપ બતાવી શકે છે – ફલાણા-ફલાણા કેવી સર્વિસ કરે છે. બધો સેવા પર આધાર છે. બાપ પણ આવીને સેવા કરે છે ને ? બાળકોએ જ બાપને યાદ કરવાનાં છે. યાદ નો વિષય જ ડિફિકલ્ટ (મુશ્કેલ) છે. બાપ યોગ અને જ્ઞાન શીખવાડે છે. જ્ઞાન તો બહુ જ સહજ છે. બાકી યાદમાં જ નાપાસ થાય છે. દેહ-અભિમાન આવી જાય છે. પછી આ જોઈએ, આ સારી વસ્તુ જોઈએ. એવા-એવા વિચારો આવે છે.

બાપ કહે છે અહીં તો તમે વનવાસમાં છો ને? તમારે તો હવે વાનપ્રસ્થમાં જવાનું છે. પછી કોઈ પણ એવી ચીજ ન પહેરી શકાય. તમે વનવાસ માં છો ને? જો એવી કોઈ દુનિયાની ચીજ હશે તો ખેંચશે. શરીર પણ ખેંચશે. ઘડી-ઘડી દેહ-અભિમાન માં લઈ આવે છે. આમાં છે મહેનત. મહેનત વગર વિશ્વ ની બાદશાહી થોડી મળી શકે છે? મહેનત પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર કલ્પ-કલ્પ કરતા આવ્યા છો, કરતા રહો છો. રીઝલ્ટ (પરિણામ) પ્રત્યક્ષ થતું જશે. સ્કૂલમાં પણ નંબરવાર ટ્રાન્સફર થાય છે. શિક્ષક સમજી જાય છે ફલાણાએ સારી મહેનત કરી છે. એમને ભણાવવાનો શોખ છે. ફીલિંગ આવે છે. આમાં તો એક ક્લાસ થી ટ્રાન્સફર થઇ બીજા માં, પછી ત્રીજા માં આવી જાય છે. અહીં તો એક જ વાર ભણવાનું છે. આગળ જતાં જેટલા તમે નજીક આવતા જશો એટલે બધી ખબર પડતી જશે. આ બહુ જ મહેનત કરવાની છે. જરુર ઊંચ પદ મેળવશો. આ તો જાણો છો, કોઈ રાજા રાણી બને છે, કોઈ શું બને છે, કોઈ શું બને છે. પ્રજા પણ તો બહુ જ બને છે. બધું પ્રવૃત્તિથી ખબર પડે છે. આ દેહ અભિમાન માં કેટલા રહે છે, એમનો કેટલો પ્રેમ છે બાપ સાથે? બાપની સાથે જ પ્રેમ જોઈએ ને, ભાઈ-ભાઈ નો નહીં. ભાઈઓનાં પ્રેમથી કંઈ મળતું નથી. વારસો બધાને એક બાપથી મળે છે. બાપ કહે છે-બાળકો, સ્વયંને આત્મા સમજી મને યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે. મૂળ વાત જ આ છે. યાદ થી તાકાત આવશે. દિન-પ્રતિદિન બેટરી ભરાતી જશે કારણ કે જ્ઞાન ની ધારણા થતી જાય છે ને? તીર લાગતું જાય છે. દિવસે-દિવસે તમારી ઉન્નતિ નંબરવાર પુરુષાર્થ અનુસાર થઈ રહી છે. આ એક જ બાપ- શિક્ષક-સદ્દગુરુ છે જે દેહી-અભિમાની બનવાની શિક્ષા આપે છે, બીજા કોઈ આપી ન શકે બીજા તો બધા છે દેહ-અભિમાન, આત્મ-અભિમાન નું જ્ઞાન કોઈ ને મળતું જ નથી. કોઈ મનુષ્ય બાપ, શિક્ષક, ગુરુ હોઈ ન શકે. દરેક પોત-પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે. તમે સાક્ષી થઈને જુઓ છો. આખું નાટક તમારે સાક્ષી થઈ જોવાનું છે. એક્ટ પણ કરવાની છે. બાપ ક્રિએટર, ડાયરેક્ટર, એક્ટર છે. શિવબાબા આવીને એકટ કરે છે. બધાનાં બાપ છે ને? બાળકો અથવા બાળકીઓ બધાને આવીને વારસો આપે છે. એક બાપ છે, બાકી બધા છે આત્માઓ ભાઈ-ભાઈ. વારસો તો એક બાપ પાસે થી જ મળે છે. આ દુનિયાની તો કોઈ વસ્તુ બુદ્ધિમાં યાદ નથી આવતી. બાપ કહે છે જે કંઈ જુઓ છો તે બધું વિનાશી છે. હવે તો તમારે ઘરે જવાનું છે. એ લોકો બ્રહ્મને યાદ કરે છે અર્થાત્ ઘર ને યાદ કરે છે. સમજે છે, બ્રહ્મ માં લીન થઈ જઈશું. આને કહેવાય છે અજ્ઞાન. મનુષ્ય મુક્તિ- જીવનમુક્તિ માટે જે કંઈ કહે છે એ ખોટું, જે કંઈ યુક્તિ રચે છે, બધું છે ખોટું. સાચો રસ્તો તે એક જ બાપ દેખાડે છે. બાપ કહે છે હું તમને રાજાઓનાં રાજા બનાંવું છું ડ્રામા પ્લાન અનુસાર. કોઈ કહે છે અમારી બુદ્ધિમાં નથી બેસતું, બાબા, અમારું મોઢું ખોલો, કૃપા કરો. બાપ કહે છે આમાં બાબા ને તો કંઈ કરવાની વાત જ નથી. મુખ્ય વાત છે તમારે ડાયરેક્શન પર ચાલવાનું છે. બાપ પાસે થી જ સાચું માર્ગદર્શન મળે છે, બાકી બધા મનુષ્યો નાં છે ખોટાં માર્ગદર્શન કારણકે બધા માં પાંચ વિકાર છે ને? નીચે ઊતરતાં- ઊતરતાં ખોટા બનતા જાય છે. શું-શું રિધ્ધી-સિદ્ધિ વગેરે કરતા રહે છે. એમાં સુખ નથી. તમે જાણો છો આ બધું અલ્પ સમય નું સુખ છે. આને કહેવાય છે કાગ વિષ્ટા સમાન સુખ. સીડી નાં ચિત્ર પર બહુ જ સારી રીતે સમજાવવાનું છે અને ઝાડ પર પણ સમજાવવાનું છે. કોઈ પણ ધર્મ વાળા ને તમે દેખાડી શકો છો, તમારો ધર્મ સ્થાપન કરવા વાળા ફલાણા-ફલાણા સમય પર આવે છે, ક્રાઈસ્ટ ફલાણા સમયે આવશે. જે બીજા- બીજા ધર્મો માં રુપાંતર થઈ ગયા છે એમને આ ધર્મ જ સારો લાગશે, ઝટ થી નીકળી આવશે. બાકી કોઈને સારું નહીં લાગશે તો એ પુરુષાર્થ જ કેવી રીતે કરશે? મનુષ્ય, મનુષ્યને ફાંસી પર ચઢાવે છે, તમારે તો એક બાપ ની જ યાદ માં રહેવાનું છે, આ બહુ મીઠી ફાંસી છે. આત્માની બુદ્ધિનો યોગ છે બાપ તરફ. આત્માને કહેવાય છે બાપ ને યાદ કરો. આ યાદ ની ફાંસી છે. પિતા તો ઉપર રહે છે ને? તમે જાણો છો આપણે આત્મા છીએ, આપણે બાપને જ યાદ કરવાનાં છે. આ શરીર તો અહીં જ છોડી દેવાનું છે. તમને આ બધું જ્ઞાન છે. તમે અહીં બેસી શું કરો છો? વાણી થી પરે જવા માટે પુરુષાર્થ કરો છો. બાપ કહે છે બધાને મારી પાસે આવવાનું છે. તો કાળો નાં કાળ થઈ ગયા ને? એ કાળ તો એક ને લઈ જાય છે, એ પણ કાળ કોઈ છે નહીં જે લઈ જાય. આ તો ડ્રામા માં બધી નોંધ છે. આત્મા પોતે જ સમય પર ચાલી જાય છે. આ બાપ તો બધા આત્માઓને લઈ જાય છે. તો હવે તમારા બધાનો બુદ્ધિયોગ છે પોતાનાં ઘરે જવા માટે. શરીર છોડવા ને મરવું કહેવાય છે. શરીર ખતમ થઈ ગયું, આત્મા ચાલી ગયો. બાપ ને બોલાવો પણ એટલે જ છો કે બાબા, આવીને અમને આ સૃષ્ટિ થી લઇ જાઓ. અહીં અમને રહેવું નથી. ડ્રામા નાં પ્લાન અનુસાર હવે પાછું જવાનું છે. કહે છે બાબા, અહીં અપાર દુઃખ છે. હવે અહીં રહેવું નથી. આ બહુ જ છી-છી દુનિયા છે. મરવાનું પણ જરુર છે. બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. હવે વાણી થી પરે જવાનું છે. તમને કોઈ કાળ નહીં ખાશે. તમે ખુશી થી જાઓ છો. શાસ્ત્ર વગેરે જે પણ છે એ બધું ભક્તિ માર્ગનું છે, આ પછી પણ હશે. ડ્રામાની આ ખૂબ ગજબ ની વાત છે. આ ટેપ, આ ઘડીયાળ જે કંઈ આ સમયે જુઓ છો બધું ફરી હશે. એમા મૂંઝાવાની કોઈ વાત જ નથી. વિશ્વ નાં ઈતિહાસ-ભૂગોળનાં પુનરાવર્તન નો અર્થ જ છે હુબહુ પુનરાવર્તન. હવે તમે જાણો છો અમે ફરી થી જે દેવી-દેવતા બની રહ્યા છીએ, એ જ ફરી બનીશું. એમાં જરા પણ ફર્ક નહીં પડી શકે. આ બધી સમજવાની વાતો છે.

તમે જાણો છો આ બેહદ નાં બાપ પણ છે, શિક્ષક-સદ્દગુરુ પણ છે. એવું કોઈ મનુષ્ય હોઈ ન શકે. એમને તમે બાબા કહો છો. પ્રજાપિતા બ્રહ્મા કહો છો. આ પણ કહે છે મારાથી તમને વારસો નહીં મળશે. બાપુ ગાંધીજી પણ પ્રજાપિતા નહોતા ને? બાપ કહે છે આ વાતોમાં તમે મૂંઝાશો નહીં. બોલો અમે બ્રહ્માને ભગવાન કે દેવતા આદિ કહેતા જ નથી. બાપે બતાવ્યું છે બહુ જ જન્મોનાં અંત માં, વાનપ્રસ્થ અવસ્થામાં હું એમનાં માં પ્રવેશ કરું છું આખા વિશ્વને પાવન બનાવવા માટે. ઝાડમાં પણ દેખાડો, જુઓ, એકદમ અંતમાં ઊભા છે. હવે તો બધાં તમોપ્રધાન જડજડીભૂત અવસ્થા માં છે ને? આ પણ તમોપ્રધાન માં ઊભા છે, એ જ ફીચર્સ છે. એમાં બાપ પ્રવેશ કરી એમનું નામ બ્રહ્મા રાખે છે. નહીં તો તમે બતાવો, બ્રહ્મા નામ ક્યાંથી આવ્યું? આ છે પતિત, એ છે પાવન. એ પાવન દેવતા જ પછી ૮૪ જન્મ લઇ પતિત મનુષ્ય બને છે. આ મનુષ્યથી દેવતા બનવા વાળા છે. મનુષ્યને દેવતા બનાવવા - આ બાપ નું જ કામ છે. આ બધું જ બહુ વન્ડરફુલ (ગજબ) સમજવાની વાતો છે. આ, એ બને છે સેકન્ડમાં, પછી એ ૮૪ જન્મ લઈ આ બને છે. એમાં બાપ પ્રવેશ કરી બેસી ભણાવે છે. તમે પણ ભણો છો. એમનાં પણ વંશજ છે ને? લક્ષ્મી- નારાયણ, રાધે-કૃષ્ણનાં મંદિર પણ છે. પરંતુ આ કોઈને પણ ખબર નથી, રાધે-કૃષ્ણ પહેલા રાજકુમાર-રાજકુમારી હતા જે પછી લક્ષ્મી-નારાયણ બને છે. આ બેગર (ગરીબ) થી પ્રિન્સ (રાજકુમાર) બનશે. પ્રિન્સ થી બેગર બને છે. કેટલી સહજ વાત છે. ૮૪ જન્મો ની કહાણી આ બંને ચિત્રોમાં છે. આ એ બને છે. યુગલ છે એટલે ૪ ભુજા દેખાડે છે. પ્રવૃત્તિ માર્ગ છે ને ? એક સદ્દગુરુ જ તમને પાર લઈ જાય છે. બાપ કેટલું સારી રીતે સમજાવે છે પછી દૈવી ગુણ પણ જોઈએ. સ્ત્રી માટે પતિ ને પૂછો અથવા સ્ત્રી ને પતિ માટે પૂછો તો ઝટ બતાવશે આમાં આ કમજોરીઓ છે. આ વાત માં આ હેરાન કરે છે અથવા તો કહેશે અમે બંને ઠીક ચાલીએ છીએ. કોઈ કોઈને હેરાન નથી કરતાં, બંને એક-બીજાનાં મદદગાર સાથી થઇને ચાલે છે. કોઈ એક-બીજા ને નીચા પાડવાની કોશિશ કરે છે. બાપ કહે છે આમાં સ્વભાવને સારી રીતે બદલવો પડે છે. તે બધો છે આસુરી સ્વભાવ. દેવતાઓનો હોય જ છે દૈવી સ્વભાવ. આ બધું તમે જાણો છો, અસુરો અને દેવતાઓનું યુદ્ધ લાગ્યું નથી. જૂની દુનિયા અને નવી દુનિયા વાળા પરસ્પર મળી કેવી રીતે શકે? બાપ કહે છે ભૂતકાળ ની વાતો જે થઈને ગઈ છે એને બેસીને લખી છે, એને કહાણીઓ (વાર્તા) કહેશો. તહેવાર વગેરે બધું અહીં નું છે. દ્વાપરથી લઈને મનાવે છે. સતયુગમાં નથી મનાવતા. આ બધી બુદ્ધિથી સમજવાની વાતો છે. દેહ-અભિમાનનાં કારણે બાળકો ઘણાં પોઇન્ટસ ભૂલી જાય છે. જ્ઞાન તો સહજ છે. ૭ દિવસ માં બધું જ્ઞાન ધારણ થઈ શકે છે. પહેલા અટેન્શન જોઈએ યાદની યાત્રા પર. અચ્છા !

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. આ બેહદ નાટકમાં એક્ટ કરવા છતાં આખા નાટકને સાક્ષી થઈને જોવાનું છે. આમાં મુંઝવાનું નથી. આ દુનિયાની કોઈ પણ વસ્તુ જોવા છતાં બુદ્ધિમાં યાદ ન આવે.
  2. પોતાનાં આસુરી સ્વભાવ ને બદલી દૈવી સ્વભાવ ધારણ કરવાનો છે. એક-બીજાને મદદગાર થઈને ચાલવાનું છે. કોઈને હેરાન નથી કરવાનાં.
વરદાન :- સ્વયં માં સર્વ શક્તિઓને ઇમર્જ રુપમાં અનુભવ કરવા વાળા સર્વ સિદ્ધિ સ્વરુપ ભવ
લૌકિક માં કોઈ ની પાસે કોઈ વાત ની શક્તિ હોય છે, ચાહે ધન ની, બુદ્ધિ ની, સંબંધ-સંપર્કની… તો એને નિશ્ચય રહે છે કે આ શું મોટી વાત છે? તે શક્તિનાં આધારથી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે. તમારી પાસે તો બધી શક્તિઓ છે, અવિનાશી ધનની શક્તિ સદા સાથે છે, બુદ્ધિની પણ શક્તિ છે તો પોઝિશનની પણ શક્તિ છે, સર્વ શક્તિઓ તમારા માં છે, એને ફક્ત ઇમર્જ રુપ માં અનુભવ કરો તો સમય પર વિધિ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરી સ્વરુપ બની જશો .
સ્લોગન :- મનને પ્રભુની અમાનત સમજીને એને સદા શ્રેષ્ઠ કાર્યમાં લગાવો.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.