ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 29 ઑક્ટોબર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી29 ઑક્ટોબર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

29.10.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
મધુબન

“ મીઠાં બાળકો - આત્મા થી વિકારો નો કીચડો કાઢી શુદ્ધ ફૂલ બનો . બાપની યાદ થી જ બધો કીચડો નીકળશે”
પ્રશ્ન :- પવિત્ર બનવા વાળા બાળકોએ કઈ એક વાત માં બાપને ફોલો કરવાનું છે?
ઉત્તર :- જેમ બાપ પરમ પવિત્ર છે એ ક્યારેય અપવિત્ર કીચડાવાળા ની સાથે ભળતા નથી, ખૂબ-ખૂબ સેક્રેડ (પવિત્ર) છે. એવાં આપ પવિત્ર બનવા વાળા બાળકો બાપ ને ફોલો કરો, સી નો ઇવિલ (ખરાબ ન જુઓ)

ઓમ શાંતિ ! બાપ બેસીને બાળકોને સમજાવે છે. છે તો આ બંને બાપ. એક ને રુહાની, બીજા ને શારીરિક બાપ કહીશું. શરીર તો બંનેનું એક જ છે તો જાણે કે બંને બાપ સમજાવે છે. ભલે એક સમજાવે છે, બીજા સમજે છે તો પણ કહીશું બંને સમજાવે છે. આ જે આટલો નાનો આત્મા છે તેનાં પર કેટલો મેલ ચઢેલો છે. મેલ ચઢવાથી કેટલું નુકસાન થઈ જાય છે. આ ફાયદો અને નુકસાન ત્યારે જોવામાં આવે છે જ્યારે શરીરની સાથે છે. તમે જાણો છો આપણે આત્મા જ્યારે પવિત્ર બનીશું ત્યારે લક્ષ્મી-નારાયણ જેવું પવિત્ર શરીર મળશે. હમણાં આત્મા પર કેટલો મેલ ચઢેલો છે. જ્યારે મધ નીકળે છે તો તેને ગાળે છે. તો કેટલો મેલ નીકળે છે પછી મધ શુદ્ધ થઈ જાય છે. આત્મા પણ ખૂબ મેલો થઈ જાય છે. આત્મા જ કંચન હતો, એકદમ પવિત્ર હતો. શરીર કેટલું સુંદર હતું. આ લક્ષ્મી-નારાયણનાં શરીર જુઓ કેટલાં સુંદર છે. મનુષ્ય તો શરીરને જ પૂજે છે ને? આત્મા ની તરફ નથી જોતા. આત્મા ની તો ઓળખ પણ નથી. પહેલા આત્મા સુંદર હતો, શરીર પણ સુંદર મળે છે. તમે પણ હમણાં આ બનવા ઈચ્છો છો. તો આત્મા કેટલો શુદ્ધ હોવો જોઈએ? આત્માને જ તમોપ્રધાન કહેવાય છે કારણકે તેનામાં ભરપૂર કીચડો છે. તો એક તો દેહ-અભિમાન નો કીચડો, પછી કામ-ક્રોધ નો કીચડો. કીચડો કાઢવા માટે ગાળવું પડે છે ને? ગાળવાથી રંગ જ બદલાઈ જાય છે. તમે સારી રીતે બેસી ને વિચાર કરશો તો અનુભવ થશે ખૂબ કીચડો ભરેલો છે. આત્મા માં રાવણની પ્રવેશતા છે. હમણાં બાપ ની યાદ માં રહેવાથી કિચડો નીકળે છે. આમાં પણ સમય લાગે છે. બાપ સમજાવે છે દેહ-અભિમાન હોવાને કારણે વિકારો નો કેટલો કીચડો છે. ક્રોધ નો કીચડો પણ કંઈ ઓછો નથી. ક્રોધી અંદરથી જાણે બળતો રહે છે. કોઈ ન કોઈ વાત પર દિલ બળતું રહે છે. ચહેરો પણ તાંબા જેવો રહે છે. હવે તમે સમજો છો આપણો આત્મા બળેલો છે. આત્મા માં કેટલો મેલ છે - હવે ખબર પડી છે. આ વાતો સમજવા વાળા ખૂબ થોડા છે, આમાં તો ફર્સ્ટ ક્લાસ ફૂલ જોઈએ ને? હમણાં તો ઘણી ખામીઓ છે. તમારે તો બધી ખામીઓ કાઢીને બિલકુલ પવિત્ર બનવાનું છે ને? આ લક્ષ્મી-નારાયણ કેટલાં પવિત્ર છે. હકીકતમાં તેમને હાથ લગાડવાનો પણ હુકમ નથી. પતિત જઈને આટલા પવિત્ર દેવતાઓને હાથ લગાવી ન શકે. હાથ લગાડવાને લાયક પણ નથી. શિવ ને તો હાથ લગાડી નથી શકતાં. એ છે જ નિરાકાર, એમને તો હાથ લગાવી જ નથી શકતાં. એ તો ખૂબ પવિત્ર છે. ભલે એમની પ્રતિમા મોટી રાખી દીધી છે કારણકે આટલી નાની બિંદી એને તો કોઈ હાથ ન લગાવી શકે. આત્મા શરીરમાં પ્રવેશ કરે છે તો શરીર મોટું થાય છે. આત્મા તો મોટો-નાનો નથી હોતો. આ તો છે જ કીચડા ની દુનિયા. આત્મામાં કેટલો કીચડો છે. શિવબાબા બહુ જ (સેક્રેડ) પવિત્ર છે. બહુ જ પવિત્ર છે. અહીં તો બધા ને એક સમાન બનાવી દે છે. એક-બીજા ને કહી પણ દે છે તમે તો જનાવર છો. સતયુગમાં આવી ભાષા હોતી નથી. હમણાં તમે અનુભવ કરો છો અમારા આત્મામાં ખૂબ મેલ ચઢેલો છે. આત્મા લાયક જ નથી જે બાપ ને યાદ કરે. ના-લાયક સમજી માયા પણ એકદમ તેમને હટાવી દે છે.

બાપ કેટલાં સિક્રેડ (પવિત્ર) છે. આપણે આત્માઓ પણ શું હતાં ને શું બની જઈએ છીએ? હવે બાપ સમજાવે છે તમે મને બોલાવ્યો જ છે આત્મા ને શુદ્ધ બનાવવા માટે. ખૂબ કીચડો ભરેલો છે. બગીચામાં કંઈ બધા જ ફર્સ્ટ ક્લાસ નથી હોતાં. નંબરવાર છે. બાપ બાગવાન છે. આત્મા કેટલો પવિત્ર બને છે પછી કેટલો મેલો એકદમ કાંટો બની જાય છે. આત્મામાં જ દેહ-અભિમાન નો, કામ, ક્રોધ નો કીચડો ભરાય છે. ક્રોધ પણ મનુષ્ય માં કેટલો છે. તમે પવિત્ર બની જશો તો પછી કોઈની શકલ જોવાની પણ ઈચ્છા નહીં થાય. ખરાબ નહીં જુઓ. અપવિત્ર ને જોવાનાં જ નથી. આત્મા પવિત્ર બન્યો, પવિત્ર નવું શરીર લે છે તો પછી કીચડો જોતો જ નથી. કીચડાની દુનિયા જ ખતમ થઈ જાય છે. બાપ સમજાવે છે તમે દેહ-અભિમાનમાં આવીને કેટલાં કીચડા જેવા બની ગયા છો. પતિત બની ગયા છો. બાળકો બોલાવે પણ છે - બાબા, અમારા માં ક્રોધ નું ભૂત છે. બાબા, અમે તમારી પાસે આવ્યા છીએ, પવિત્ર બનવાં. જાણો છો બાપ તો છે જ એવર પ્યોર (સદાપવિત્ર). આવાં હાઈએસ્ટ ઓથોરિટી (સર્વોચ્ચ સત્તા) ને સર્વવ્યાપી કહીને કેટલું ડીફેમ (બદનામ) કરે છે. સ્વયં પર પણ બહુ જ નફરત આવે છે - અમે શું હતાં, ફરી શું થી શું બની જઈએ છીએ. આ વાતો આપ બાળકો જ સમજો છો, બીજા કોઈપણ સત્સંગ અથવા યુનિવર્સિટી વગેરેમાં ક્યાંય પણ આવો મુખ્ય-ઉદ્દેશ કોઈ સમજાવી ન શકે. હમણાં તમે બાળકો જાણો છો આપણા આત્મા માં કેવી રીતે કીચડો ભરાતો ગયો છે. ૨ કળા ઓછી થઈ, પછી ૪ કળા ઓછી થઈ, કીચડો ભરાતો ગયો એટલા માટે કહેવાય છે તમોપ્રધાન. કોઈ લોભ માં, કોઈ મોહ માં બળી મરે છે. આ અવસ્થા માં જ બળી-બળીને મરી જાય છે. હવે આપ બાળકોએ તો શિવબાબા ની યાદ માં જ શરીર છોડવાનું છે, જે શિવબાબા આવાં બનાવે છે. આ લક્ષ્મી-નારાયણ ને આવાં બાપે જ બનાવ્યા ને? તો પોતાની કેટલી ખબરદારી રાખવી જોઈએ. તોફાન તો ઘણાં આવશે. તોફાન માયાનાં જ આવે છે, બીજા કોઈ તોફાન નથી. જેમ શાસ્ત્રોમાં કહાણી લખી દીધી છે હનુમાન વગેરેની. કહે છે ભગવાને શાસ્ત્ર બનાવ્યાં છે. ભગવાન તો બધા વેદ-શાસ્ત્રોનો સાર સંભળાવે છે. ભગવાને તો સદ્દગતિ કરી દીધી, એમને શાસ્ત્રો બનાવવાની શું આવશ્યકતા? હવે બાપ કહે છે હિયર નો ઈવિલ. આ શાસ્ત્રો વગેરેથી તમે ઊંચા નથી બની શકતાં. હું તો આ બધા થી અલગ છું. કોઈપણ ઓળખતું નથી. બાપ શું છે, કોઈને ખબર નથી. બાપ જાણે છે કોણ-કોણ મારી સર્વિસ કરે છે અર્થાત્ કલ્યાણકારી બની બીજાઓનું પણ કલ્યાણ કરે છે, તેઓ જ દિલ પર ચઢે છે. કોઈ તો એવા પણ છે જેમને સર્વિસ ની ખબર જ નથી. આપ બાળકોને જ્ઞાન તો મળ્યું છે કે સ્વયંને આત્મા સમજો અને બાપ ને યાદ કરો. ભલે આત્મા શુદ્ધ બને છે, શરીર તો છતાં પણ આ પતિત છે ને. આત્મા શુદ્ધ થતો જાય છે એમની એક્ટિવિટીમાં (પ્રવૃત્તિ) રાત-દિવસનો ફરક રહે છે. ચલનથી પણ ખબર પડે છે. નામ કોઈનું નથી લેવાતું, જો નામ લે તો કદાચ વધારે જ બદતર થઈ જાય.

હમણાં તમે ફર્ક જોઈ શકો છો - તમે શું હતાં, શું બનવાનાં છો! તો શ્રીમત પર ચાલવું જોઈએ ને? અંદર ગંદકી જે ભરેલી છે તેને કાઢવાની છે. લૌકિક સંબંધમાં પણ કોઈ-કોઈ ખૂબ ગંદા બાળકો હોય છે તો તેમનાથી બાપ પણ હેરાન થઈ જાય છે. કહે છે આવાં બાળક તો ન હોત તો સારું હતું. ફૂલોનાં બગીચા ની સુગંધ હોય છે. પરંતુ ડ્રામા અનુસાર કીચડો પણ છે. આકડા ને તો બિલકુલ જોવાની પણ ઈચ્છા નથી થતી. પરંતુ બગીચામાં જવાથી નજર તો બધા પર પડશે ને? આત્મા કહેશે આ ફલાણું ફૂલ છે. સુગંધ પણ સારા ફૂલો ની લેશે ને? બાપ પણ જુએ છે આમનો આત્મા કેટલો યાદ ની યાત્રા માં રહે છે, કેટલો પવિત્ર બન્યો છે અને બીજા ને પણ આપ સમાન બનાવે છે? જ્ઞાન સાંભળાવે છે! મૂળ વાત જ છે મનમનાભવ. બાપ કહે છે મને યાદ કરો તો પવિત્ર ફૂલ બનો. આ લક્ષ્મી-નારાયણ કેટલાં પવિત્ર ફૂલ હતાં? તેમનાથી પણ શિવબાબા બહુ જ સિક્રેડ (પવિત્ર) છે. મનુષ્ય ને થોડી ખબર છે કે આ લક્ષ્મી-નારાયણ ને પણ આવાં શિવબાબાએ જ બનાવ્યાં છે? તમે જાણો છો આ પુરુષાર્થ થી આ બને છે. બાપ સમજાવે તો ઘણું છે. એક તો યાદ ની યાત્રા માં રહેવાનું છે, જેનાથી ગંધ નીકળે, આત્મા પવિત્ર બને. તમારી પાસે મ્યુઝિયમ વગેરે માં ઘણા આવે છે. બાળકોએ સર્વિસનો ખૂબ શોખ રાખવાનો છે. સર્વિસને છોડી ક્યારેય ઊંઘવાનું નથી હોતું. સર્વિસ પર ખૂબ એક્યુરેટ રહેવું જોઈએ. મ્યુઝિયમમાં પણ તમે લોકો આરામનો સમય છોડો છો. ગળું થાકી જાય છે, ભોજન વગેરે પણ ખાવાનું છે પરંતુ અંદર માં દિવસ-રાત ઊછળ આવવી જોઈએ. કોઈ આવે તો તેમને રસ્તો બતાવીએ. ભોજન નાં સમયે કોઈ આવી જાય તો પહેલા તેમને અટેન્ડ કરી પછી ભોજન ખાવું જોઈએ. આવી સર્વિસ વાળા છો? કોઈ-કોઈ ને ખૂબ દેહ-અભિમાન આવી જાય છે, આરામ-પસંદ, નવાબ બની જાય છે. બાપે સમજણ તો આપવી પડે ને? આ નવાબી છોડો. પછી બાપ સાક્ષાત્કાર પણ કરાવશે - સ્વયંનું પદ જુઓ. દેહ-અભિમાન ની કુહાડી સ્વયં જ પોતાનાં પગ પર મારે છે. ઘણા બાળકો તો બાબા થી પણ રીસ કરે છે. અરે, આ તો શિવબાબા નો રથ છે, તેમની સંભાળ કરવી પડે છે. અહીં તો એવા છે જે ઘણી દવાઓ લેતા રહે છે, ડોક્ટરની દવા કરતા રહે છે. ભલે બાબા કહે છે શરીર તંદુરસ્ત રાખવાનું છે પરંતુ સ્વયંની અવસ્થા ને પણ જોવાની છે ને? તમે બાબા ની યાદ માં રહીને ખાઓ તો ક્યારે કોઈ વસ્તુ નુકસાન નહીં કરશે. યાદથી તાકાત ભરાઈ જશે. ભોજન ખૂબ શુદ્ધ થઇ જશે. પરંતુ તે અવસ્થા છે નહીં. બાબા તો કહે છે બ્રાહ્મણોનું બનાવેલું ભોજન ઉત્તમ થી ઉત્તમ છે પરંતુ તે જ્યારે યાદ માં રહીને બનાવે. યાદ માં રહીને બનાવવાથી તેમને પણ ફાયદો, ખાવા વાળા ને પણ ફાયદો થશે.

આકડા નાં ફૂલ પણ ઘણા છે ને? એ બિચારા શું પદ મેળવશે? બાપ ને તો દયા આવે છે. પરંતુ દાસ-દાસી બનવાની પણ નોંધ છે, એમાં ખુશ ન થવું જોઈએ. વિચાર પણ નથી કરતાં - અમારે આવા બનવાનું છે. દાસ-દાસી બનવા કરતાં સાહૂકાર બને તો સારું છે, દાસ-દાસી રાખી શકાશે. બાપ તો કહે છે નિરંતર મુજ એક ને યાદ કરો, સિમર-સિમર સુખ પાઓ. ભક્તોએ પછી સિમરણ કરી માળા બેસીને બનાવી છે. તે ભક્તોનું કામ છે. બાપ તો ફક્ત કહે છે સ્વયંને આત્મા સમજો, બાપ ને યાદ કરો. બસ. બાકી કોઈ જાપ ન કરો, ન માળા ફેરવો. બાપ ને જાણવાનાં છે, એમને યાદ કરવાનાં છે. મુખ થી બાબા-બાબા પણ કહેવાનું થોડી છે? તમે જાણો છો એ આપણા આત્માઓનાં બેહદ નાં બાપ છે, એમને યાદ કરવાથી આપણે સતોપ્રધાન બની જઈશું અર્થાત્ આત્મા કંચન બની જશે. કેટલું સહજ છે. પરંતુ યુદ્ધનું મેદાન છે ને? તમારી છે જ માયા ની સાથે લડાઈ. તે ઘડી-ઘડી તમારો બુદ્ધિયોગ તોડે છે. જેટલાં-જેટલાં વિનાશકાળે પ્રીત બુદ્ધિ છે એટલું પદ મેળવે છે. સિવાય એક નાં બીજા કોઈની પણ યાદ ન આવે. કલ્પ પહેલાં પણ એવા નીકળ્યાં છે જે વિજય માળા નાં દાણા બને છે. તમે જે બ્રાહ્મણ કુળ નાં છો, બ્રાહ્મણો ની રુન્ડ માળા બને છે, જેમણે ખૂબ ગુપ્ત મહેનત કરી છે. જ્ઞાન પણ ગુપ્ત છે ને? બાપ તો દરેકને સારી રીતે જાણે છે. સારા-સારા નંબરવન જેમને મહારથી સમજતા હતાં, તે આજે છે નહીં. દેહ-અભિમાન ખૂબ છે. બાપની યાદ રહી ન શકે. માયા ખૂબ જોર થી થપ્પડ મારે છે. ખૂબ થોડા છે જેમની માળા બની શકશે. તો બાપ છતા પણ બાળકો ને સમજાવે છે - સ્વયંને જોતા રહો અમે કેટલાં પવિત્ર દેવતા હતાં પછી અમે શું થી શું, કીચડો બની ગયા છીએ. હવે શિવબાબા મળ્યાં છે તો એમની મત પર ચાલવું જોઈએ ને? કોઈપણ દેહધારી ને યાદ નથી કરવાનાં. કોઈની પણ યાદ ન આવે. ચિત્ર પણ કોઈનાં નથી રાખવાનાં. એક શિવબાબા ની જ યાદ રહે. શિવબાબા ને શરીર તો છે નહીં. આ પણ ટેમ્પરરી ઉધાર લઉં છું. તમને આવા દેવી-દેવતા લક્ષ્મી-નારાયણ બનાવવા માટે કેટલી મહેનત કરે છે. બાપ કહે છે તમે મને પતિત દુનિયામાં બોલાવો છો. તમને પાવન બનાવું છું પછી તમે પાવન દુનિયામાં મને બોલાવતા જ નથી. ત્યાં આવી ને શું કરશે! એમની સર્વિસ જ પાવન બનાવવાની છે. બાપ જાણે છે કે એકદમ બળીને કાળા કોલસા બની ગયાં છે. બાપ આવ્યાં છે તમને ગોરા બનાવવા. અચ્છા !

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. સેવા માં ખૂબ એક્યુરેટ રહેવાનું છે. દિવસ-રાત સર્વિસ ની ઉછળ આવતી રહે. સર્વિસ (સેવા) ને છોડી ક્યારે પણ આરામ નથી કરવાનો. બાપ સમાન કલ્યાણકારી બનવાનું છે.
  2. એકની યાદથી પ્રીત બુદ્ધિ બની અંદર નો કીચડો કાઢી નાખવાનો છે. ખુશ્બુદાર ફૂલ બનવાનું છે. આ કીચડાની દુનિયાથી દિલ નથી લગાડવાનું.
વરદાન :- મન - બુદ્ધિ દ્વારા શ્રેષ્ઠ સ્થિતિઓ રુપી આસન પર સ્થિત રહેવાવાળા તપસ્વીમૂર્ત ભવ
તપસ્વી સદા કોઈ ન કોઈ આસન પર બેસીને તપસ્યા કરે છે. આપ તપસ્વી આત્માઓનું આસન છે એકરસ સ્થિતિ, ફરિશ્તા સ્થિતિ…. આજ શ્રેષ્ઠ સ્થિતિમાં સ્થિત થવું અર્થાત્ આસન પર બેસવું. સ્થૂળ આસન પર તો સ્થૂળ શરીર બેસે છે પરંતુ તમે આ શ્રેષ્ઠ આસન પર મન-બુદ્ધિ ને બેસાડો છો. તે તપસ્વી એક પગ પર ઊભા થઈ જાય છે અને તમે એકરસ સ્થિતિ માં એકાગ્ર થઈ જાઓ છો. એમનો છે હઠયોગ અને તમારો છે સહજયોગ.
સ્લોગન :- પ્રેમનાં સાગર બાપનાં બાળકો પ્રેમની ભરપૂર ગંગા બનીને રહો.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.