| 26.12.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - તમે હમણાં ભણતર ભણી રહ્યા છો , આ ભણતર છે પતિત થી પાવન બનવાનું , તમારે આ ભણવાનું અને ભણાવવાનું છે” | |
| પ્રશ્ન :- | દુનિયામાં કયું જ્ઞાન હોવા છતાં પણ અજ્ઞાન અંધકાર છે? |
| ઉત્તર :- | માયા નું જ્ઞાન, જેનાથી વિનાશ થાય છે. ચંદ્ર સુધી જાય છે, આ જ્ઞાન ખૂબ છે પરંતુ નવી દુનિયા અને જૂની દુનિયાનું જ્ઞાન કોઈ ની પાસે નથી. બધા અજ્ઞાન અંધકાર માં છે, બધા જ્ઞાન-નેત્ર થી આંધળા છે. તમને હમણાં જ્ઞાન નું ત્રીજું નેત્ર મળે છે. તમે નોલેજફુલ બાળકો જાણો છો તેમનાં મગજ માં વિનાશ નાં વિચાર છે, તમારી બુદ્ધિ માં સ્થાપના નાં વિચાર છે. |
ઓમ્ શાંતિ ! બાપ આ શરીર દ્વારા સમજાવે છે, એને જીવ કહેવાય છે. આમાં આત્મા પણ છે અને હું પણ આમાં આવીને બેસું છું, આ તો પહેલાં-પહેલાં પાક્કું હોવું જોઈએ. આમને દાદા કહેવાય છે. આ નિશ્ચય બાળકોને બહુ જ પાક્કો હોવો જોઈએ. આ નિશ્ચય માં જ રમણ કરવાનું છે. બરોબર બાબાએ જેમાં પધરામણી કરી છે, એ બાપ સ્વયં કહે છે-હું આમનાં અનેક જન્મો નાં અંત માં આવું છું. બાળકો ને સમજાવાયું છે, આ છે સર્વ શાસ્ત્ર શિરોમણી ગીતા નું જ્ઞાન. શ્રીમત અર્થાત્ શ્રેષ્ઠ મત. શ્રેષ્ઠ થી શ્રેષ્ઠ મત છે એક ભગવાન ની. જેમની જ શ્રેષ્ઠ મત થી તમે દેવતા બનો છો. બાપ સ્વયં કહે છે હું આવું જ ત્યારે છું જ્યારે તમે ભ્રષ્ટ મત પર પતિત બની જાઓ છો. મનુષ્ય થી દેવતા બનવાનો અર્થ પણ સમજવાનો છે. વિકારી મનુષ્ય થી નિર્વિકારી દેવતા બનાવવા બાપ આવે છે. સતયુગ માં મનુષ્ય જ રહે છે પરંતુ દૈવી ગુણ વાળા. હમણાં કળિયુગ માં છે બધા આસુરી ગુણ વાળા. છે આખી મનુષ્ય સૃષ્ટિ. પરંતુ આ છે ઈશ્વરીય બુદ્ધિ અને તે છે આસુરી બુદ્ધિ. અહીં છે જ્ઞાન, ત્યાં છે ભક્તિ. જ્ઞાન અને ભક્તિ અલગ-અલગ છે. ભક્તિ નાં પુસ્તક કેટલા અસંખ્ય છે. જ્ઞાન નું પુસ્તક એક છે. એક જ્ઞાનસાગર નું પુસ્તક એક જ હોવું જોઈએ. જે પણ ધર્મ સ્થાપન કરે છે, તેમનું પુસ્તક પણ એક જ હોય છે, જેને રિલીજિયસ બુક (ધર્મગ્રંથ) કહેવાય છે.
પહેલી-પહેલી રિલીજિયસ બુક છે ગીતા. પહેલાં-પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે, નહીં કે હિંદુ ધર્મ. મનુષ્ય સમજે છે ગીતા થી હિંદુ ધર્મ સ્થાપન થયો. ગીતા નું જ્ઞાન શ્રીકૃષ્ણએ આપ્યું. ક્યારે આપ્યું? પરંપરા થી. કોઈ શાસ્ત્ર માં શિવ ભગવાનુવાચ તો નથી. તમે હવે સમજો છો આ ગીતા જ્ઞાન દ્વારા જ મનુષ્ય થી દેવતા બન્યા છીએ, જે બાપ હમણાં આપણને આપી રહ્યા છે. આને જ ભારત નો પ્રાચીન રાજયોગ કહેવાય છે. જે ગીતા માં જ કામ મહાશત્રુ લખેલું છે. આ શત્રુએ જ તમને હાર ખવડાવી છે. બાપ આનાં પર જ જીત પહેરાવીને જગતજીત વિશ્વ નાં માલિક બનાવે છે. બેહદ નાં બાપ આમનાં દ્વારા તમને ભણાવે છે. એ છે સર્વ આત્માઓનાં બાપ. આ પછી છે સર્વ મનુષ્ય આત્માઓનાં બેહદનાં બાપ. નામ જ છે પ્રજાપિતા બ્રહ્મા. તમે કોઈને પૂછી શકો છો કે બ્રહ્મા નાં બાપ નું નામ શું છે, તો મુંઝાઈ જશે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર આ ત્રણેય નાં બાપ કોઈ હશે ને? બ્રહ્મા, વિષ્ણુ, શંકર સૂક્ષ્મવતન માં દેવતાઓ છે. એમની ઉપર છે શિવ. બાળકો જાણે છે શિવબાબા નાં જે બાળકો આત્માઓ છે એમણે શરીર ધારણ કર્યા છે, એ તો સદૈવ નિરાકાર પરમપિતા પરમાત્મા છે. આત્મા જ શરીર દ્વારા કહે છે પરમપિતા. કેટલી સહજ વાત છે? આને કહેવાય છે અલ્ફ અને બે નું ભણતર. કોણ ભણાવે છે? ગીતા નું જ્ઞાન કોણે સંભળાવ્યું? શ્રીકૃષ્ણ ને તો ભગવાન નથી કહેવાતાં. એ તો દેહધારી છે. તાજધારી છે. શિવ તો છે નિરાકાર. એમનાં પર તો કોઈ તાજ વગેરે નથી. એ જ જ્ઞાન નાં સાગર છે. બાપ જ બીજરુપ ચૈતન્ય છે. તમે પણ ચૈતન્ય છો. બધા ઝાડ નાં આદિ, મધ્ય, અંત ને તમે જાણો છો. ભલે તમે માળી નથી પરંતુ સમજી શકો છો કે બીજ કેવી રીતે વાવે છે, તેનાથી ઝાડ કેવી રીતે નીકળે છે? તે છે જડ, આ છે ચૈતન્ય. આત્માને ચૈતન્ય કહેવાય છે. તમારા આત્મા માં જ જ્ઞાન છે, બીજા કોઈ આત્મા માં જ્ઞાન હોઈ ન શકે. તો બાપ ચૈતન્ય મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ છે. આ ચૈતન્ય ક્રિયેશન (રચના) છે.
તે બધા છે જડ બીજ. એવું નથી કે જડ બીજ માં કોઈ જ્ઞાન છે. આ તો છે ચૈતન્ય બીજરુપ, એમનાં માં આખી સૃષ્ટિ ની નોલેજ છે. ઝાડ ની ઉત્પત્તિ, પાલના, વિનાશ નું બધુ જ્ઞાન એમનાં માં છે. પછી નવું ઝાડ કેવી રીતે ઉભું થાય છે? તે છે ગુપ્ત. તમને જ્ઞાન પણ ગુપ્ત મળે છે. બાપ પણ ગુપ્ત આવ્યા છે. તમે જાણો છો આ કલમ લાગી રહી છે. હમણાં તો બધા પતિત બની ગયા છે. અચ્છા, બીજ થી પહેલું-પહેલું પાંદડું નીકળ્યું, તે કોણ હતું? સતયુગ નું પહેલું પાંદડું તો શ્રીકૃષ્ણ ને જ કહેવાશે. લક્ષ્મી-નારાયણ ને નહીં કહેવાશે. નવું પાંદડું નાનું હોય છે. પછી મોટું થાય છે. તો આ બીજ ની કેટલી મહિમા છે? આ તો ચૈતન્ય છે ને? ભલે બીજા પણ નીકળે છે, ધીરે-ધીરે એમની મહિમા ઓછી થતી જાય છે. હવે તમે દેવતા બનો છો. તો મૂળ વાત છે આપણે દૈવી ગુણ ધારણ કરવાના છે. આમનાં જેવાં બનવાનું છે. ચિત્ર પણ છે. આ ચિત્ર ન હોત તો બુદ્ધિ માં જ્ઞાન કેવી રીતે આવત? આ ચિત્ર બહુ જ કામ માં આવે છે. ભક્તિ માર્ગ માં આ ચિત્રો ની પૂજા થાય છે અને જ્ઞાન માર્ગ માં તમને એનાથી જ્ઞાન મળે છે કે આમનાં જેવા બનવાનું છે. ભક્તિ માર્ગ માં એવું નહીં સમજશો કે આપણે એવા બનવાનું છે. ભક્તિમાર્ગ માં મંદિર વગેરે કેટલા બનાવડાવે છે, સૌથી વધારે મંદિર કોનાં હશે? જરુર શિવબાબા નાં જ હશે. એમનાં પછી ક્રિયેશન (રચના) નાં હશે. પહેલી રચના આ લક્ષ્મી-નારાયણ છે, તો શિવ પછી એમની પૂજા વધારે થશે. માતાઓ જે જ્ઞાન આપે છે એમની પૂજા નહીં. તે તો ભણે છે. તમારી પૂજા હમણાં નથી થતી કારણકે તમે હમણાં ભણી રહ્યા છો. જ્યારે તમે ભણીને, અભણ બનશો પછી પૂજા થશે. હવે તમે દેવી-દેવતા બનો છો. સતયુગ માં બાપ થોડી ભણાવવા જશે? ત્યાં આવું ભણતર થોડી હશે? આ ભણતર પતિતો ને પાવન બનાવવાનું છે. તમે જાણો છો આપણ ને જે એવાં બનાવે છે એમની પૂજા થશે પછી આપણી પણ પૂજા નંબરવાર થશે. પછી ઉતરતા-ઉતરતા ૫ તત્ત્વો ની પણ પૂજા કરવા લાગી જાય છે. ૫ તત્વો ની પૂજા એટલે પતિત શરીર ની પૂજા. આ બુદ્ધિ માં જ્ઞાન છે કે આ લક્ષ્મી-નારાયણ નું આખી સૃષ્ટિ પર રાજ્ય હતું. આ દેવી-દેવતાઓએ રાજ્ય કેવી રીતે અને ક્યારે મેળવ્યું? આ કોઈને ખબર નથી. લાખો વર્ષ કહી દે છે. લાખો વર્ષની વાતો તો કોઈ ની બુદ્ધિ માં બેસી ન શકે એટલે કહી દે છે આ પરંપરા થી ચાલ્યું આવે છે. હમણાં તમે જાણો છો દેવી-દેવતા ધર્મવાળા બીજા ધર્મો માં કનવર્ટ (પરિવર્તન) થઈ ગયા છે, જે ભારત માં છે તે પોતાને હિન્દુ કહી દે છે કારણકે પતિત હોવાને કારણે દેવી-દેવતા કહેવું શોભતું નથી. પરંતુ મનુષ્યો માં જ્ઞાન ક્યાંથી? દેવી-દેવતાઓ કરતાં પણ ઊંચું ટાઈટલ પોતાનાં પર રખાવે છે. પાવન દેવી-દેવતાઓની પૂજા કરતા માથું નમાવે છે, પરંતુ પોતાને પતિત સમજે થોડી છે?
ભારત માં ખાસ કન્યાઓ ને કેટલું નમન કરે છે! કુમારો ને એટલું નથી કરતાં. મેલ (પુરુષ) થી વધારે ફીમેલ (સ્ત્રી) ને નમન કરે છે કારણકે આ સમયે જ્ઞાન-અમૃત પહેલાં આ માતાઓ ને મળે છે. બાબા આમનાં માં પ્રવેશ કરે છે. આ પણ સમજો છો આ (બ્રહ્મા બાબા) જ્ઞાન ની મોટી નદી છે. જ્ઞાન નદી પણ છે પછી પુરુષ પણ છે. બ્રહ્મ પુત્રા નદી સૌથી મોટી છે, જે કલકત્તા તરફ સાગર માં જઈને મળે છે. મેળો પણ ત્યાં જ લાગે છે પરંતુ એમને એ ખબર નથી કે આ આત્માઓ અને પરમાત્મા નો મેળો છે. તે તો પાણી ની નદી છે, જેનું નામ બ્રહ્મપુત્રા રાખ્યું છે. તેઓ તો બ્રહ્મ ને ઈશ્વર કહી દે છે એટલે બ્રહ્મપુત્રા ને પાવન સમજે છે. પતિત-પાવન હકીકત માં ગંગા ને નથી કહેવાતી. અહીં સાગર અને બ્રહ્મા નદી નું મિલન છે. બાપ કહે છે આ ફીમેલ તો નથી, જેનાં દ્વારા એડોપ્શન (દત્તક) થાય છે, આ બહુ જ ગુહ્ય સમજવાની વાતો છે જે પછી પ્રાયઃલોપ થઈ જવાની છે. પછી પાછળ થી મનુષ્ય આ આધાર પર શાસ્ત્ર વગેરે બનાવે છે. પહેલાં હાથે થી લખેલા શાસ્ત્ર હતાં, પછી મોટા-મોટા પુસ્તકો છપાવ્યા છે. સંસ્કૃત માં શ્લોક વગેરે નહોતાં. આ તો બિલકુલ સહજ વાત છે. હું આમનાં દ્વારા રાજયોગ શીખવાડું છું પછી આ દુનિયા જ ખલાસ થઈ જશે. શાસ્ત્ર વગેરે કાંઈ પણ નહીં રહેશે. પછી ભક્તિ માર્ગ માં આ શાસ્ત્ર વગેરે બનશે. મનુષ્ય સમજે છે આ શાસ્ત્ર વગેરે પરંપરા થી ચાલ્યા આવ્યા છે, આને કહેવાય છે અજ્ઞાન અંધકાર. હમણાં આપ બાળકો ને બાપ ભણાવે છે જેનાથી તમે પ્રકાશ માં આવ્યા છો. સતયુગ માં છે પવિત્ર પ્રવૃત્તિ માર્ગ. કળિયુગ માં બધા અપવિત્ર પ્રવૃત્તિ વાળા છે. આ પણ ડ્રામા છે. પછી છે નિવૃત્તિ માર્ગ, જેને સંન્યાસ ધર્મ કહે છે, જંગલ માં જઈને રહે છે. તે છે હદનો સંન્યાસ. રહે તો આ જૂની દુનિયા માં છે. હવે તમે જાઓ છો નવી દુનિયા માં. તમને તો બાપ પાસે થી જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે તો તમે કેટલાં નોલેજફુલ બનો છો? આનાંથી વધારે નોલેજ હોતી જ નથી. તે તો છે માયા ની નોલેજ, જેનાથી વિનાશ થાય છે. તે લોકો ચંદ્ર પર જઈને શોધ કરે છે. તમારા માટે કોઈ નવી વાત નથી. આ બધો માયા નો પંપ છે. ખૂબ શો કરે છે. અતિ ડીપનેસ (ઊંડાણ) માં જાય છે કે કાંઈક કમાલ કરીને દેખાડીએ. બહુ જ કમાલ કરવાથી પછી નુકસાન થઈ જાય છે. તેમનાં મગજ માં વિનાશ નાં જ વિચાર આવે છે. શું-શું બનાવતા રહે છે. બનાવવા વાળા જાણે છે, આનાથી જ વિનાશ થશે. ટ્રાયલ પણ કરતા રહે છે. કહે પણ છે બે બિલાડા લડ્યા, માખણ ત્રીજો ખાઈ ગયો. વાર્તા તો નાની છે પરંતુ ખેલ કેટલો મોટો છે? નામ તેમનું જ પ્રખ્યાત છે. તેમનાં દ્વારા જ વિનાશ ની નોંધ છે. કોઈ તો નિમિત્ત બને છે ને? ક્રિશ્ચન લોકો સમજે છે પેરેડાઈઝ (વૈકુંઠ) હતું, પરંતુ અમે નહોતાં. ઈસ્લામી, બૌદ્ધી પણ નહોતા છતાં પણ ક્રિશ્ચન લોકોની સમજ સારી છે. ભારતવાસી કહે છે દેવી-દેવતા ધર્મ લાખો વર્ષ પહેલાં હતો તો બુદ્ધુ થયા ને? બાપ ભારત માં જ આવે છે, જે મહાન બેસમજ છે એમને જ મહાન માં મહાન સમજદાર બનાવે છે. પરંતુ છતાં પણ યાદ રહે ત્યારે.
બાબા આપ બાળકો ને કેટલું સહજ કરીને સમજાવે છે, મને યાદ કરો તો તમે સોના નાં વાસણ બની જશો તો ધારણા પણ સારી થશે. યાદ ની યાત્રા થી જ પાપ કપાશે. મોરલી નથી સાંભળતાં તો જ્ઞાન રફુ-ચક્કર થઈ જાય છે. બાપ તો રહમદિલ હોવાનાં કારણે ઊભા થવાની પણ યુક્તિ બતાવે છે. અંત સુધી પણ શીખવાડતા જ રહેશે. અચ્છા, આજે ભોગ છે, ભોગ લગાવીને જલ્દી પાછા આવી જવાનું છે. બાકી વૈકુંઠ માં જઈને દેવી-દેવતાઓ વગેરે નાં સાક્ષાત્કાર કરવા આ બધુ ફાલતું છે. આમાં બહુ જ મહીન બુદ્ધિ જોઈએ. બાપ આ રથ દ્વારા કહે છે મને યાદ કરો, હું જ પતિત-પાવન તમારો બાપ છું. તુમ્હી સે ખાઉં…તુમ્હી સે બૈઠું…આ અહીં માટે છે. ઉપર કેવી રીતે હશે? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- બાપ આ દાદા માં પ્રવેશ કરી આપણ ને મનુષ્ય થી દેવતા અર્થાત્ વિકારી થી નિર્વિકારી બનાવવા માટે ગીતા નું જ્ઞાન સંભળાવી રહ્યા છે, આ જ નિશ્ચય થી રમણ કરવાનું છે. શ્રીમત પર ચાલીને શ્રેષ્ઠ ગુણવાન બનવાનું છે.
- યાદ ની યાત્રા થી બુદ્ધિ ને સોના નું વાસણ બનાવવાની છે. જ્ઞાન બુદ્ધિ માં સદા રહે એનાં માટે મોરલી જરુર વાંચવાની અથવા સાંભળવાની છે.
| વરદાન :- |
પોતાની પોઝિશન ની સ્મૃતિ દ્વારા માયા પર વિજય પ્રાપ્ત કરવા વાળા નિરંતર યોગી ભવ જેવી રીતે સ્થૂળ પોઝિશન વાળા પોતાની પોઝિશન ને ક્યારેય ભૂલતા નથી. એવી રીતે તમારી પોઝિશન છે - માસ્ટર સર્વશક્તિવાન્, એને સદા સ્મૃતિ માં રાખો અને રોજ અમૃતવેલે આ સ્મૃતિ ને ઈમર્જ કરો તો નિરંતર યોગી બની જશો અને આખો દિવસ એનો સહયોગ મળતો રહેશે. પછી માસ્ટર સર્વ શક્તિવાન્ આગળ માયા આવી ન શકે, જ્યારે તમે પોતાની સ્મૃતિ ની ઊંચી સ્ટેજ પર રહેશો તો માયા કીડી ને જીતવી સહજ થઈ જશે. |
| સ્લોગન :- | આત્મા રુપી પુરુષ ને શ્રેષ્ઠ બનાવવા વાળા જ સાચાં પુરુષાર્થી છે. |