| 27.12.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - માયા ખૂબ જબરજસ્ત છે , એનાથી ખબરદાર રહેજો , ક્યારેય એ વિચાર ન આવે કે અમે બ્રહ્મા ને નથી માનતા , આમારું તો ડાયરેક્ટ શિવબાબા સાથે કનેક્શન ( સંબંધ ) છે” | |
| પ્રશ્ન :- | કયા બાળકો પર બધાનો પ્રેમ સ્વત: જાય છે? |
| ઉત્તર :- | ઉતર :- જે પહેલાં દરેક વાત ને સ્વયં પ્રેક્ટિકલ માં લાવે પછી બીજાઓ ને કહે છે - તેમનાં પર બધાનો પ્રેમ સ્વત: જાય છે. જ્ઞાન ને સ્વયં માં ધારણ કરી પછી અનેક ની સેવા કરવાની છે, ત્યારે બધાનો પ્રેમ મળશે. જો સ્વયં નથી કરતા ફક્ત બીજા ને કહે તો તેમનું કોણ માનશે? તે તો જાણે પંડિત થઈ જાય. |
ઓમ્ શાંતિ ! બાળકો ને બાપ પૂછે છે, આત્માઓ ને પરમાત્મા પૂછે છે - આ તો જાણો છો કે અમે પરમપિતા પરમાત્મા ની સામે બેઠાં છીએ. બાબા ને પોતાનો રથ નથી, આ તો નિશ્ચય છે ને? આ ભ્રકુટી ની મધ્ય માં બાપનું નિવાસ સ્થાન છે. બાપે સ્વયં કહ્યું છે - હું આમની ભ્રકુટી ની વચ્ચે બેસું છું. આમનું શરીર લોન પર લઉં છું. આત્મા ભ્રકુટી ની વચ્ચે બેસે છે તો બાપ પણ અહીં જ આવીને બેસે છે. બ્રહ્મા પણ છે તો શિવબાબા પણ છે. જો આ બ્રહ્મા ન હોત તો શિવબાબા પણ ન હોત. જો કોઈ કહે કે અમે તો શિવબાબા ને જ યાદ કરીએ છીએ, બ્રહ્મા ને નહીં, પરંતુ શિવબાબા બોલશે કેવી રીતે? ઊપર માં તો સદૈવ શિવબાબા ને યાદ કરતા આવ્યાં. હવે આપ બાળકો ને ખબર છે આપણે બાપ ની પાસે અહીં બેઠાં છીએ. એવું તો નહીં સમજશે કે શિવબાબા ઊપર છે. જેમ ભક્તિમાર્ગ માં કહેતા હતાં શિવબાબા ઊપર છે, એમની પ્રતિમા અહીં પૂજાય છે. આ વાતો બહુ જ સમજવાની છે. જાણો છો બાપ જ્ઞાન નાં સાગર, નોલેજફુલ છે તો ક્યાંથી જ્ઞાન સંભળાવે છે? બ્રહ્મા નાં તન થી સંભળાવે છે. ઘણાં કહે છે અમે બ્રહ્મા ને નથી માનતા, પરંતુ શિવબાબા કહે છે હું આ મુખ દ્વારા જ તમને કહું છું, મને યાદ કરો. આ સમજ ની વાત છે ને? બ્રહ્મા તો સ્વયં કહે છે - શિવબાબા ને યાદ કરો. આ ક્યાં કહે છે મને યાદ કરો? આમનાં દ્વારા શિવબાબા કહે છે મને યાદ કરો. આ મંત્ર હું આમનાં મુખ દ્વારા આપું છું. બ્રહ્મા ન હોત તો હું મંત્ર કેવી રીતે આપત? બ્રહ્મા ન હોત તો તમે શિવબાબા ને કેવી રીતે મળત? કેવી રીતે મારી પાસે બેસત? સારા-સારા મહારથીઓને પણ એવા-એવા ખ્યાલ આવી જાય છે જે માયા મારા થી મુખ ફેરવી દે છે. કહે છે અમે બ્રહ્મા ને નથી માનતા તો તેમની શું ગતિ થશે? માયા કેટલી મોટી જબરજસ્ત છે જે એકદમ મુખ જ ફેરવી દે છે. હમણાં તમારું મુખ શિવબાબાએ સામે કર્યુ છે. તમે સન્મુખ બેઠાં છો. પછી જે એવું સમજે છે બ્રહ્મા તો કાંઈ નથી, તો તેમની ગતિ શું થશે? દુર્ગતિ થઈ જાય છે. મનુષ્ય તો પોકારે છે-ઓ ગોડફાધર! તો ગોડફાધર સાંભળે છે શું? કહે છે-ઓ લિબરેટર (મુક્તિદાતા), આવો. શું ત્યાંથી જ લિબ્રેટ કરશે? કલ્પ-કલ્પ નાં પુરષોત્તમ સંગમયુગ પર જ બાપ આવે છે. જેમનાં માં આવે છે તેમને જ ઉડાવી દે તો શું કહેવાશે? માયા માં એટલું બળ છે જે નંબરવન વર્થ નોટ અ પેની (કોડીતુલ્ય) બનાવી દે છે. એવા-એવા પણ કોઈ-કોઈ સેવાકેન્દ્ર પર છે, ત્યારે તો બાપ કહે છે ખબરદાર રહેજો. ભલે બાબા નું સંભળાવેલું જ્ઞાન બીજાઓને સંભળાવતા પણ રહે છે પરંતુ પંડિત ની જેમ. જેમ બાબા પંડિત ની કહાણી સંભળાવે છે… આ સમયે તમે બાપ ની યાદ થી વિષય સાગર ને પાર કરી ક્ષીરસાગર માં જાઓ છો ને? ભક્તિમાર્ગ માં અસંખ્ય કથાઓ બનાવી દીધી છે. પંડિત બીજાઓને કહેતો હતો રામ નામ કહેવાથી પાર થઈ જશો, પરંતુ પોતે બિલકુલ ચટ ખાતા માં હતો. પોતે વિકારો માં જાતા રહેવું અને બીજાઓને કહેવું નિર્વિકારી બનો. તેની શું અસર થશે? અહીં પણ ક્યાંક-ક્યાંક સંભળાવવા વાળા કરતાં સાંભળવા વાળા આગળ ચાલ્યા જાય છે. જે અનેક ની સેવા કરે છે તે જરુર સર્વ ને પ્રિય લાગે છે. પંડિત ખોટા નીકળ્યા તો તેમને કોણ પ્રેમ કરશે? પછી પ્રેમ એમનાં પર ચાલ્યો જશે જે પ્રેક્ટિકલ માં યાદ કરે છે. સારા-સારા મહારથીઓને પણ માયા હપ કરી જાય છે.
બાબા સમજાવે છે-હજી તો કર્માતીત અવસ્થા નથી બની, જ્યાં સુધી લડાઈ ની તૈયારી ન થાય. એક બાજુ લડાઈ ની તૈયારી થશે, બીજી બાજુ કર્માતીત અવસ્થા થશે. પૂરું કનેક્શન છે, પછી લડાઈ પૂરી થઈ જાય છે, ટ્રાન્સફર થઈ જશે. પહેલાં રુદ્ર માળા બને છે. આ વાતો બીજા કોઈ નથી જાણતાં. તમે સમજો છો આ દુનિયા ને બદલાવાની છે. તે સમજે છે દુનિયાનાં હજી ૪૦ હજાર વર્ષ બાકી છે. તમે સમજો છો વિનાશ તો સામે છે. તમે છો ઓછા, તે છે વધારે. તો તમારું કોણ માનશે? જ્યારે તમારી વૃદ્ધિ થઈ જશે પછી તમારા યોગબળ થી ખૂબ ખેંચાઈને આવશે, જેટલો તમારો કાટ નીકળતો જશે, તેટલું બળ ભરાતું જશે. એવું નથી કે બાબા જાની-જાનનહાર છે. ના, બધાની અવસ્થાઓ ને જાણે છે. બાપ બાળકો ની અવસ્થા ને નહીં જાણશે? બધી ખબર રહે છે. હમણાં તો કર્માતીત અવસ્થા બની ન શકે. મોટી-મોટી ભૂલો થવી પણ સંભવ છે, મહારથીઓ થી પણ થાય છે. વાતચીત, ચાલ-ચલન વગેરે બધું પ્રસિદ્ધ થઈ જાય છે. હવે તો દૈવી ચલન બનાવવાની છે. દેવતા, સર્વગુણ સમ્પન્ન છે ને? હવે તમારે એવા બનવાનું છે. પરંતુ માયા કોઈને પણ નથી છોડતી. છુઈમુઈ બનાવી દે છે. ૫ સીડી છે ને?, દેહ-અભિમાન આવવાથી ઉપર થી એકદમ નીચે પડી જાય છે. પડ્યા અને મર્યા. આજકાલ પોતાને મારવા માટે કેવા-કેવા ઉપાય કરે છે? ૨૦ માં માળા થી પડીને એકદમ ખતમ થઈ જાય છે. એવું પણ ન થાય કે હોસ્પિટલ માં પડ્યા રહે, દુઃખ ભોગવે. પછી કોઈ પોતાને આગ લગાવી દે છે, કોઈએ બચાવી લીધાં તો કેટલું દુઃખ ભોગવે છે? બળી જાય તો આત્મા ભાગી જાય એટલે જીવઘાત કરે છે. સમજે છે જીવઘાત કરવાથી દુ:ખ થી છૂટી જઈશું. જોશ આવે છે તો બસ. ઘણાં તો હોસ્પિટલ માં કેટલું દુ:ખ ભોગવે છે? ડોક્ટર સમજે છે કે આ દુ:ખ થી છૂટી નથી શકતાં, તેના કરતાં તો સારું ગોળી આપી દઈએ, તો આ ખતમ જાય. પરંતુ તે સમજે છે આમ ગોળી આપવી મહાપાપ છે. આત્મા પોતે કહે છે આ પીડા ભોગવવા કરતાં સારું છે શરીર છોડી દઈએ. હવે શરીર કોણ છોડાવે? આ છે અપાર દુઃખો ની દુનિયા. ત્યાં છે અપાર સુખ.
આપ બાળકો સમજો છો-આપણે હવે રિટર્ન (પાછા) થઈએ છીએ, દુઃખધામ થી સુખધામ જઈએ છીએ તો એમને યાદ કરવાના છે. બાપ પણ સંગમયુગ પર આવે છે જ્યારે દુનિયાને બદલવાની હોય છે. બાપ કહે છે હું આવ્યો છું આપ બાળકો ને સર્વ દુઃખો થી છોડાવીને નવી પાવન દુનિયા માં લઈ જવાં. પાવન દુનિયા માં થોડા રહે છે. અહીં તો ખૂબ છે, પતિત બન્યા છે એટલે બોલાવે છે હે પતિત-પાવન… એવું થોડી સમજે છે કે અમે મહાકાળ ને બોલાવીએ છીએ કે અમને આ છી-છી દુનિયા થી ઘરે લઈ ચાલો. જરુર બાબા આવશે, બધા મરશે ત્યારે તો શાંતિ થશે ને? શાંતિ-શાંતિ કરતા રહે છે. શાંતિ તો શાંતિધામ માં હશે. પરંતુ આ દુનિયા માં શાંતિ કેવી રીતે થાય? જ્યાં સુધી આટલાં બધા મનુષ્ય છે. સતયુગ માં તો સુખ-શાંતિ હતી. હમણાં તો કળિયુગ માં અનેક ધર્મ છે. તે જ્યારે ખતમ થાય, એક ધર્મ ની સ્થાપના થાય, ત્યારે તો સુખ-શાંતિ થાય. હાહાકાર પછી ફરી જયજયકાર થાય છે. આગળ ચાલીને જોજો મોત નું બજાર કેટલું ગરમ થાય છે! કેવી રીતે મરે છે! બોમ્બ થી પણ આગ લાગે છે. આગળ ચાલીને જોશો તો ઘણાં કહેશે કે બરોબર વિનાશ તો થશે જ.
આપ બાળકો જાણો છો આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે ફરે છે? વિનાશ તો થવાનો જ છે. એક ધર્મ ની સ્થાપના બાપ કરાવે છે, રાજયોગ પણ શીખવાડે છે. બાકી બધા અનેક ધર્મ ખલાસ થઈ જશે. ગીતા માં કંઈ દેખાડ્યું નથી. પછી ગીતા વાંચવાથી પરિણામ શું? દેખાડે છે પ્રલય થઈ ગઈ. ભલે જળમઈ થાય છે પરંતુ આખી દુનિયા જળમઈ નથી થતી. ભારત તો અવિનાશી પવિત્ર ખંડ છે. તેમાં પણ આબુ સૌથી પવિત્ર તીર્થ સ્થાન છે, જ્યાં બાપ આવીને સર્વ ની સદ્દગતિ કરે છે. દેલવાડા મંદિર કેવું સરસ યાદગાર છે. કેટલું અર્થ સહિત છે. પરંતુ જેમણે બનાવડાવ્યું છે, તે આ નથી જાણતાં. તો પણ સારા સમજદાર તો હતાં ને? દ્વાપર માં જરુર સારા સમજદાર હશે. કળિયુગ માં તો છે બધા તમોપ્રધાન. બધા મંદિરો કરતાં આ ઊંચ છે, જ્યાં તમે બેઠાં છો. તમે જાણો છો આપણે છીએ ચૈતન્ય, તે આપણું જ જડ યાદગાર છે. બાકી થોડો સમય આ મંદિર વગેરે બીજા પણ બનતા રહેશે. પછી તો તૂટવાનો સમય આવશે. બધા મંદિર વગેરે તૂટી-ફૂટી જશે. હોલસેલ મોત થશે. મહાભારે મહાભારત લડાઈ ગવાયેલી છે ને? જેમાં બધા ખલાસ થઈ જાય છે. આ પણ તમે સમજો છો-બાપ સંગમ પર જ આવે છે. બાપ ને રથ તો જોઈએ ને? આત્મા જ્યારે શરીર માં આવે છે ત્યારે જ ચુરપુર (હલચલ) થાય છે. આત્મા શરીર માંથી નીકળે છે તો શરીર જડ થઈ જાય છે. તો બાપ સમજાવે છે હવે તમે ઘરે જાઓ છો. તમારે લક્ષ્મી-નારાયણ જેવા બનવાનું છે. તો એવા ગુણ પણ જોઈએ ને? આપ બાળકો આ ખેલ ને પણ જાણો છો. આ ખેલ કેટલો વન્ડરફુલ બનેલો છે. આ ખેલ નાં રહસ્ય બાપ સમજાવે છે. બાપ નોલેજફુલ, બીજરુપ છે ને? બાપ જ આવીને આખા વૃક્ષ ની નોલેજ આપે છે-આમાં શું-શું થાય છે? તમે આમાં કેટલો પાર્ટ ભજવ્યો? અડધોકલ્પ છે દૈવી રાજ્ય, અડધોકલ્પ છે આસુરી રાજ્ય. જે સારા-સારા બાળકો છે તેમની બુદ્ધિ માં બધી નોલેજ રહે છે. બાપ આપ સમાન શિક્ષક બનાવે છે. શિક્ષક પણ નંબરવાર તો હોય છે. ઘણાં તો શિક્ષક થઈને પછી બગડી પડે છે. અનેક ને શીખવાડીને પોતે ખતમ થઈ જાય છે. નાનાં-નાનાં બાળકો માં ભિન્ન-ભિન્ન સંસ્કાર હોય છે. બાપ સમજાવે છે અહીં પણ જે જ્ઞાન ઠીક રીતે નથી ઉઠાવતાં, ચલન નથી સુધારતાં તો અનેકને દુ:ખ આપવાને નિમિત્ત બની જાય છે. આ પણ શાસ્ત્રો માં દેખાડ્યું છે-અસુર છુપાઈને બેસતાં હતાં પછી બહાર જઈને ટ્રેટર (દગાબાજ) બનીને કેટલું હેરાન કરતા હતાં. આ તો બધું થતું જ રહે છે. ઊંચા માં ઊંચા બાપ જે સ્વર્ગની સ્થાપના કરે છે તો કેટલાં વિઘ્નરુપ બની પડે છે.
બાપ સમજાવે છે આપ બાળકો સુખ-શાંતિ નાં ટાવર (સ્તંભ) છો. તમે ખૂબ રોયલ છો. તમારા કરતાં રોયલ આ સમયે કોઈ હોતું નથી. બેહદ નાં બાપનાં બાળકો છો તો કેટલાં મીઠાં થઈને ચાલવું જોઈએ? કોઈને દુઃખ નથી આપવાનું. નહીં તો તે અંત માં યાદ આવશે. પછી સજાઓ ખાવી પડશે. બાપ કહે છે હવે તો ઘરે ચાલવાનું છે. સૂક્ષ્મવતન માં બાળકો ને બ્રહ્મા નો સાક્ષાત્કાર થાય છે એટલે તમે પણ એવાં સૂક્ષ્મવતનવાસી બનો. મુવી ની પ્રેક્ટિસ કરવાની છે. બહુ જ ઓછું બોલવાનું છે, મીઠું બોલવાનું છે. આવો પુરુષાર્થ કરતા-કરતા તમે શાંતિ નાં સ્તંભ બની જશો. તમને શીખવાડવા વાળા બાપ છે. પછી તમારે બીજાઓને શીખવાડવાનું છે. ભક્તિમાર્ગ ટૉકી માર્ગ છે. હમણાં તમારે બનવાનું છે શાંત. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- ૧) બહુ જ રોયલ્ટી થી મીઠાં થઈને ચાલવાનું છે. શાંતિ અને સુખ નો સ્તંભ બનવા માટે ખૂબ ઓછું અને મીઠું બોલવાનું છે. મૂવી ની પ્રેક્ટિસ કરવાની છે. ટોકી માં નથી આવવાનું.
- ૨) સ્વયં ની દૈવી-ચલન બનાવવાની છે. છુઈ-મુઈ નથી બનવાનું. લડાઈ પહેલાં કર્માતીત અવસ્થા સુધી પહોંચવાનું છે. નિર્વિકારી બની નિર્વિકારી બનાવવાની સેવા કરવાની છે.
| વરદાન :- |
પવિત્ર - પ્રેમ ની પાલના દ્વારા સર્વ ને સ્નેહ નાં સૂત્ર માં બાંધવા વાળા માસ્ટર સ્નેહ નાં સાગર ભવ જ્યારે સ્નેહ નાં સાગર અને સ્નેહ સંપન્ન નદીઓ નું મિલન થાય છે તો નદી પણ બાપ સમાન સ્નેહ નાં સાગર બની જાય છે. એટલે વિશ્વ નાં આત્માઓ સ્નેહ નાં અનુભવ થી સ્વતઃ સમીપ આવે છે. પવિત્ર-પ્રેમ તથા ઈશ્વરીય-પરિવાર ની પાલના, ચુંબક સમાન સ્વતઃ દરેક ને સમીપ લઈ આવે છે. આ ઈશ્વરીય-સ્નેહ બધાને સહયોગી બનાવી આગળ વધવાનાં સૂત્ર માં બાંધી દે છે. |
| સ્લોગન :- | સંકલ્પ, બોલ, સમય, ગુણ અને શક્તિઓ નાં ખજાના જમા કરો તો એનો સહયોગ મળતો રહેશે. |