| 28.12.2024 |
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
બાપદાદા
|
મધુબન |
| “ મીઠાં બાળકો - બાપ આવ્યા છે તમને સર્વ ખજાનાઓ થી માલામાલ બનાવવા , તમે ફક્ત ઈશ્વરીય મત પર ચાલો , સારી રીતે પુરુષાર્થ કરી વારસો લો , માયા થી હાર નહીં ખાઓ” | |
| પ્રશ્ન :- | ઈશ્વરીય મત, દૈવી મત અને મનુષ્ય મત માં કયું મુખ્ય અંતર છે? |
| ઉત્તર :- | ઈશ્વરીય મત થી આપ બાળકો પાછા પોતાનાં ઘરે જાઓ છો પછી નવી દુનિયામાં ઊંચું પદ મેળવો છો. દૈવી મત થી તમે સદા સુખી રહો છો કારણકે એ પણ બાપ દ્વારા આ સમયે તમને મળેલી મત છે પરંતુ છતાં પણ ઉતરો તો નીચે જ છો. મનુષ્ય મત દુ:ખી બનાવે છે. ઈશ્વરીય મત પર ચાલવા માટે પહેલાં-પહેલાં ભણાવવા વાળા બાપ પર પૂરો નિશ્ચય જોઈએ. |
ઓમ્ શાંતિ ! બાપે અર્થ તો સમજાવ્યો છે, હું આત્મા શાંત સ્વરુપ છું. જ્યારે ઓમ્ શાંતિ કહેવાય છે તો આત્મા ને પોતાનું ઘર યાદ આવે છે. હું આત્મા શાંત સ્વરુપ છું. પછી જ્યારે ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) મળે છે ત્યારે ટૉકી બને (વાચા માં આવે) છે. પહેલાં નાનાં ઓર્ગન્સ હોય છે પછી મોટા થાય છે. હવે પરમપિતા પરમાત્મા તો છે નિરાકાર. એમને પણ રથ જોઈએ ટૉકી બનવા માટે. જેમ આપ આત્માઓ પરમધામ નાં રહેવા વાળા છો, અહીં આવીને ટૉકી બનો છો. બાપ પણ કહે છે હું તમને નોલેજ આપવા માટે ટૉકી બનું છું. બાપ પોતાનો અને રચના નાં આદિ-મધ્ય-અંત નો પરિચય આપે છે. આ છે રુહાની ભણતર, તે હોય છે શારીરિક (લૌકિક) ભણતર. તે પોતાને શરીર સમજે છે. એવું કોઈ નહીં કહેશે કે હું આત્મા આ કાન દ્વારા સાંભળું છું. હમણાં આપ બાળકો સમજો છો બાપ છે પતિત-પાવન, એ જ આવીને સમજાવે છે-હું કેવી રીતે આવું છું? તમારી જેમ હું ગર્ભ માં નથી આવતો. હું આમનાં માં પ્રવેશ કરું છું. પછી કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો. આ રથ છે. આમને માતા પણ કહેવાય છે. સૌથી મોટી નદી બ્રહ્મ પુત્રા છે. તો આ છે સૌથી મોટી નદી. પાણી ની તો વાત નથી. આ છે મહાનદી અર્થાત્ સૌથી મોટી જ્ઞાન-નદી છે. તો બાપ આત્માઓને સમજાવે છે હું તમારો બાપ છું. જેમ તમે વાત કરો છો, હું પણ વાત કરું છું. મારો પાર્ટ તો સૌથી પાછળ નો છે. જ્યારે તમે બિલકુલ પતિત બની જાઓ છો ત્યારે તમને પાવન બનાવવા માટે આવવાનું હોય છે. આ લક્ષ્મી-નારાયણ ને આવા બનાવવા વાળા કોણ? ઈશ્વર સિવાય બીજા કોઈ માટે કહી ન શકાય. બેહદ નાં બાપ જ સ્વર્ગ નાં માલિક બનાવતા હશે ને? બાપ જ જ્ઞાન નાં સાગર છે. એ જ કહે છે હું આ મનુષ્ય સૃષ્ટિ નું ચૈતન્ય બીજ છું. હું આદિ-મધ્ય-અંત ને જાણું છું. હું સત્ છું, હું ચૈતન્ય બીજરુપ છું, આ સૃષ્ટિ રુપી ઝાડ ની મારા માં નોલેજ છે. આને સૃષ્ટિ ચક્ર અથવા ડ્રામા કહેવાય છે. આ ફરતું જ રહે છે. તે હદ નો ડ્રામા બે કલાક ચાલે છે. આની રીલ ૫ હજાર વર્ષની છે. જે-જે સમય પસાર થતો જાય છે, ૫ હજાર વર્ષ થી ઓછો થતો જાય છે. તમે જાણો છો પહેલાં આપણે દેવી-દેવતા હતાં પછી ધીરે-ધીરે આપણે ક્ષત્રિય કુળ માં આવી ગયાં. આ બધા રહસ્ય બુદ્ધિ માં છે ને? તો આ સિમરણ કરતા રહેવું જોઈએ. આપણે શરુ-શરુ માં પાર્ટ ભજવવા આવ્યા તો આપણે જ દેવી-દેવતા હતાં. ૧૨૫૦ વર્ષ રાજ્ય કર્યું. સમય તો પસાર થતો જાય છે ને? લાખો વર્ષ ની તો વાત જ નથી. લાખો વર્ષનું તો કોઈ ચિંતન કરી પણ ન શકે.
આપ બાળકો સમજો છો આપણે આ દેવી-દેવતા હતાં પછી પાર્ટ ભજવતાં, વર્ષ પછી વર્ષ પસાર કરતા-કરતા હમણાં કેટલાં વર્ષ પસાર કરી ચૂક્યા છીએ? ધીરે-ધીરે સુખ ઓછું થતું જાય છે. દરેક વસ્તુ સતોપ્રધાન, સતો, રજો, તમો બને છે. જૂની જરુર થાય છે. આ પછી છે બેહદની વાત. આ બધી વાતો સારી રીતે બુદ્ધિ માં ધારણ કરી પછી બીજાઓ ને સમજાવવાનું છે. બધા તો એક જેવા નથી હોતાં. જરુર ભિન્ન-ભિન્ન રીતે સમજાવતા હશે. ચક્ર સમજાવવું સૌથી સહજ છે. ડ્રામા અને ઝાડ બંને મુખ્ય ચિત્ર છે. કલ્પ વૃક્ષ નામ છે ને? કલ્પ ની આયુ કેટલાં વર્ષ ની છે? આ કોઈ પણ નથી જાણતું. મનુષ્યો ની અનેક મત છે. કોઈ શું કહેશે, કોઈ શું કહેશે? હવે તમે અનેક મનુષ્ય મત ને પણ સમજી છે અને એક ઈશ્વરીય મત ને પણ સમજી છે. કેટલો ફરક છે? ઈશ્વરીય મત થી તમને ફરીથી નવી દુનિયા માં જવું પડે, બીજા કોઈની પણ મત થી, દૈવી મત તથા મનુષ્ય મત થી પાછા જઈ નથી શકતાં. દૈવી મત થી તમે ઉતરો જ છો કારણકે કળા ઓછી થતી જાય છે. આસુરી મત થી પણ ઉતરો છો. પરંતુ દૈવી મત માં સુખ છે, આસુરી મત માં દુ:ખ છે. દૈવી મત પણ આ સમયે બાપ ની આપેલી છે એટલા માટે તમે સુખી રહો છો. બેહદનાં બાપ કેટલાં દૂર-દૂર થી આવે છે? મનુષ્ય કમાવવા માટે બહાર જાય છે. જ્યારે ખૂબ જ ધન ભેગું થાય છે તો પછી આવે છે. બાપ પણ કહે છે હું આપ બાળકો માટે ખૂબ ખજાનો લઈને આવું છું કારણકે જાણું છું તમને બહુજ માલ આપ્યો હતો. તે બધું તમે ગુમાવી દીધું છે. તમારી સાથે જ વાત કરું છું, જેમણે પ્રેક્ટિકલ માં ગુમાવ્યું છે. ૫ હજાર વર્ષ ની વાત તમને યાદ છે ને? કહે છે હા બાબા, ૫ હજાર વર્ષ પહેલાં તમને મળ્યા હતાં, તમે વારસો આપ્યો હતો. હવે તમને સ્મૃતિ આવી છે બરોબર બેહદનાં બાપ પાસે થી બેહદનો વારસો લીધો હતો. બાબા, તમારી પાસે થી નવી દુનિયા ની રાજાઈ નો વારસો લીધો હતો. અચ્છા, ફરી પુરુષાર્થ કરો. એવું નહીં કહો કે બાબા માયા નાં ભૂતે અમને હરાવી દીધાં. દેહ-અભિમાન પછી જ તમે માયા થી હારો છો. લોભ કર્યો, રિશ્વત (લાંચ) ખાધી. લાચારી ની વાત બીજી છે. બાબા જાણે છે લોભ સિવાય પેટ પૂજા નહીં થાય, વાંધો નથી. ભલે ખાઓ પરંતુ ક્યાંક ફસાઈ નહીં જતા, પછી તમને જ દુઃખ થશે. પૈસા મળશે ખુશ થઈ ખાશો, ક્યાંક પોલીસે પકડી લીધાં તો જેલ માં જવું પડશે. એવું કામ ન કરો, તેનો પછી જવાબદાર હું નથી. પાપ કરે છે તો જેલ માં જાય છે. ત્યાં તો જેલ વગેરે હોતી નથી. તો ડ્રામા નાં પ્લાન અનુસાર જે કલ્પ પહેલાં તમને વારસો મળ્યો છે, ૨૧ જન્મ માટે તેમ જ ફરી લેશો. આખી રાજધાની બને છે. ગરીબ પ્રજા, સાહૂકાર પ્રજા. પરંતુ ત્યાં દુઃખ હોતું નથી. આ બાપ ગેરંટી કરે છે. બધા એક સમાન તો બની ન શકે. સૂર્યવંશી-ચંદ્રવંશી રાજ્ય માં બધા જોઈએ ને? બાળકો જાણે છે કેવી રીતે બાપ આપણને વિશ્વની બાદશાહી આપે છે. પછી આપણે ઉતરીએ છીએ. સ્મૃતિ માં આવ્યું ને? સ્કૂલ માં ભણતર સ્મૃતિ માં રહે છે ને? અહીં પણ બાપ સ્મૃતિ અપાવે છે. આ રુહાની ભણતર દુનિયાભર માં બીજું કોઈ ભણાવી ન શકે. ગીતા માં પણ લખેલું છે મનમનાભવ. આને મહામંત્ર વશીકરણ મંત્ર કહે છે અર્થાત્ માયા પર જીત મેળવવાનો મંત્ર. માયાજીતે જગતજીત. માયા ૫ વિકાર ને કહેવાય છે. રાવણનું ચિત્ર બિલકુલ સ્પષ્ટ છે-૫ વિકાર સ્ત્રી માં, ૫ વિકાર પુરુષ માં. આનાંથી ગધેડા અર્થાત્ ટટ્ટુ બની જાય છે એટલે ઉપર ગધેડા નું માથું દેખાડે છે. હમણાં તમે સમજો છો જ્ઞાન વગર આપણે પણ એવા હતાં. બાપ કેટલું રમણીક રીતે ભણાવે છે. એ છે સુપ્રીમ શિક્ષક. એમની પાસેથી જે આપણે ભણીએ છીએ તે પછી બીજાઓને સંભળાવીએ છીએ. પહેલાં તો ભણાવવા વાળા માં નિશ્ચય કરાવવો જોઈએ. બોલો, બાપે અમને આ સમજાવ્યું છે, હવે માનો કે ન માનો. આ બેહદ નાં બાપ તો છે ને? શ્રીમત જ શ્રેષ્ઠ બનાવે છે. તો શ્રેષ્ઠ નવી દુનિયા પણ જરુર જોઈએ ને?
હમણાં તમે સમજો છો આપણે કચરા ની દુનિયામાં બેઠાં છીએ. બીજા કોઈ સમજી ન શકે. ત્યાં આપણે બહિશ્ત, સ્વર્ગ માં સદા સુખી રહીએ છીએ. અહીં નર્ક માં કેટલાં દુઃખી છીએ? આને નર્ક કહો અથવા વિષય વૈતરણી નદી કહો, જૂની દુનિયા છી-છી છે. હમણાં તમે અનુભવ કરો છો-ક્યાં સતયુગ સ્વર્ગ, ક્યાં કળિયુગ નર્ક! સ્વર્ગ ને કહેવાય છે વંડર ઓફ વર્લ્ડ (અજાયબી). ત્રેતા ને પણ નહીં કહેવાશે. અહીં આ ગંદી દુનિયામાં રહેવામાં મનુષ્યો ને કેટલી ખુશી થાય છે! વિષ્ટા નાં કીડા ને ભ્રમરી ભૂં-ભૂં કરી આપ સમાન બનાવે છે. તમે પણ કચરા માં પડેલા હતાં. મેં આવીને ભૂં-ભૂં કરીને તમને કીડા થી અર્થાત્ શુદ્ર થી બ્રાહ્મણ બનાવ્યાં છે. હવે તમે ડબલ સિરતાજ બનો છો તો કેટલી ખુશી રહેવી જોઈએ? પુરુષાર્થ પણ પૂરો કરવો જોઈએ. બેહદનાં બાપ સમજણ તો ખૂબ સહજ આપે છે. દિલ થી લાગે પણ છે બાબા સાચ્ચુ-સાચ્ચુ કહે છે. આ સમયે બધા માયા નાં દુબન (દલદલ) માં ફસાયેલા છે. બહાર નો શો કેટલો છે? બાબા સમજાવે છે હું તમને દુબન માંથી આવીને બચાવું છું, સ્વર્ગ માં લઈ જાઉં છું. સ્વર્ગ નું નામ સાંભળેલું છે. હમણાં સ્વર્ગ તો નથી. ફક્ત આ ચિત્ર છે. આ સ્વર્ગ નાં માલિક કેટલા ધનવાન હતાં? ભક્તિમાર્ગ માં ભલે રોજ મંદિરો માં જતા હતાં, પરંતુ આ જ્ઞાન કંઈ નહોતું. હમણાં તમે સમજો છો ભારત માં આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. આમનું રાજ્ય ક્યારે હતું? આ કોઈને ખબર નથી. દેવી-દેવતા ધર્મ ની બદલે હવે પછી હિન્દુ-હિન્દુ કહેતા રહે છે. શરુઆત માં હિન્દુ મહાસભા નાં પ્રેસિડન્ટ (અધ્યક્ષ) આવ્યા હતાં. બોલ્યા, અમે વિકારી અસુર છીએ પોતાને દેવતા કેવી રીતે કહીએ? મેં કહ્યું ભલે આવો તો તમને સમજાવીએ દેવી-દેવતા ધર્મની સ્થાપના ફરી થી થઈ રહી છે. અમે તમને સ્વર્ગ નાં માલિક બનાવી દઈશું. બેસીને શીખો. બોલ્યા, દાદાજી ફુરસદ ક્યાં? ફુરસદ નથી તો દેવતા કેવી રીતે બનશો? આ ભણતર છે ને? બિચારા ની તકદીર માં નહોતું. મરી ગયાં. એવું પણ નહીં કહેવાશે કે તે કોઈ પ્રજા માં આવશે. ના, એમજ ચાલ્યા આવ્યા હતાં, સાંભળ્યું હતું અહીં પવિત્રતા નું જ્ઞાન મળે છે. પરંતુ સતયુગ માં તો આવી ન શકે. તો પણ હિન્દુ ધર્મ માં જ આવશે.
આપ બાળકો સમજો છો માયા ખૂબ પ્રબળ છે. કોઈ ન કોઈ ભૂલ કરાવતી રહે છે. ક્યારેય કોઈ ઉલ્ટું-સુલ્ટું પાપ થઈ જાય તો બાપ ને સાચાં દિલ થી સંભળાવવાનું છે. રાવણ ની દુનિયા માં પાપ તો થતા જ રહે છે. કહે છે અમે જન્મ-જન્માંતર નાં પાપી છીએ. આ કોણે કહ્યું? આત્મા કહે છે-બાપ ની આગળ અથવા દેવતાઓ ની આગળ. હમણાં તો તમે અનુભવ કરો છો બરોબર આપણે જન્મ-જન્માંતર નાં પાપી હતાં. રાવણ રાજ્ય માં પાપ જરુર કર્યા છે. અનેક જન્મો નાં પાપ તો વર્ણન નથી કરી શકતાં. આ જન્મ નાં વર્ણન કરી શકો છો. તે સંભળાવવાથી પણ હલકા થઈ જશો. સર્જન ની આગળ બીમારી સંભળાવવાની છે - ફલાણા ને માર્યા, ચોરી કરી… આ સંભળાવવામાં શરમ નથી આવતી, વિકારની વાત સંભળાવવામાં શરમ આવે છે. સર્જન થી શરમ કરશો તો બીમારી છૂટશે કેવી રીતે? પછી અંદર દિલ ખાતું રહેશે, બાપ ને યાદ નહીં કરી શકો. સાચ્ચુ સંભળાવશો તો યાદ કરી શકશો. બાપ કહે છે હું સર્જન તમારી કેટલી દવા કરું છું. તમારી કાયા સદૈવ કંચન રહેશે. સર્જન ને બતાવવાથી હલકા થઈ જવાય છે. કોઈ-કોઈ પોતે જ લખી દે છે-બાબા અમે જન્મ-જન્માંતર પાપ કર્યા છે. પાપ આત્માઓની દુનિયામાં પાપાત્મા જ બન્યા છીએ. હવે બાપ કહે છે બાળકો, તમારે પાપ આત્માઓ સાથે લેન-દેન નથી કરવાની. સાચાં સદ્દગુરુ, અકાળમૂર્ત છે બાપ, એ ક્યારેય પુનર્જન્મ માં નથી આવતાં. તેમણે અકાળતખ્ત નામ રાખ્યું છે પરંતુ અર્થ નથી સમજતાં. બાપે સમજાવ્યું છે આત્મા નું આ તખ્ત છે. શોભે પણ અહીં છે, તિલક પણ અહીં (ભ્રકુટી માં) કરે છે ને? અસલ માં તિલક એકદમ બિંદુ ની જેમ કરતા હતાં. હવે તમારે સ્વયં ને સ્વયં જ તિલક આપવાનું છે. બાપ ને યાદ કરતા રહો. જે ખૂબ સર્વિસ કરશે તે મોટા મહારાજા બનશે. નવી દુનિયામાં, જૂની દુનિયાનું ભણતર થોડી ભણવાનું છે? તો આટલાં ઊંચા ભણતર પર અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. અહીં બેસે છે તો પણ કોઈ નો બુદ્ધિયોગ સારો રહે છે, કોઈ નો ક્યાં-ક્યાં ચાલ્યો જાય છે. કોઈ ૧૦ મિનિટ લખે છે, કોઈ ૧૫ મિનિટ લખે છે. જેનો ચાર્ટ સારો હશે તેમને નશો ચઢશે-બાબા આટલો સમય અમે તમારી યાદ માં રહ્યાં. ૧૫ મિનિટ થી વધારે તો કોઈ લખી નથી શકતાં. બુદ્ધિ અહીં-ત્યાં ભાગે છે. જો બધા એકરસ થઈ જાય તો પછી કર્માતીત અવસ્થા થઈ જાય. બાપ કેટલી મીઠી-મીઠી મધુર વાતો સંભળાવે છે. આવું તો કોઈ ગુરુએ નથી શીખવાડ્યું. ગુરુ પાસે થી ફક્ત એક થોડી શીખશે? ગુરુ પાસે થી તો હજારો શીખે ને? સદ્દગુરુ પાસે થી તમે કેટલાં શીખો છો? આ છે માયા ને વશ કરવાનો મંત્ર. માયા ૫ વિકારો ને કહેવાય છે. ધન ને સંપત્તિ કહેવાય છે. લક્ષ્મી-નારાયણ માટે કહેવાશે તેમની પાસે ખૂબ સંપત્તિ છે. લક્ષ્મી-નારાયણ ને ક્યારેય માત-પિતા નહીં કહેવાશે. આદિ દેવ, આદિ દેવી ને જગત પિતા, જગત અંબા કહે છે, આમને નહીં. આ સ્વર્ગ નાં માલિક છે. અવિનાશી જ્ઞાન-ધન લઈને આપણે આટલાં ધનવાન બન્યા છીએ. અંબા ની પાસે અનેક આશાઓ લઈને જાય છે. લક્ષ્મી ની પાસે ફક્ત ધન માટે જાય છે, બીજું કાંઈ નહીં. તો મોટું કોણ થયું? આ કોઈને ખબર નથી, અંબા પાસે થી શું મળે છે? લક્ષ્મી પાસે થી શું મળે છે? લક્ષ્મી પાસે ફક્ત ધન માંગે છે. અંબા પાસે થી તમને બધું જ મળે છે. અંબા નું નામ વધારે છે કારણકે માતાઓ ને દુઃખ પણ ખૂબ સહન કરવું પડ્યું છે. તો માતાઓનું નામ વધારે થાય છે. અચ્છા, તો પણ બાપ કહે છે બાપ ને યાદ કરો તો પાવન બની જશો. ચક્ર ને યાદ કરો, દૈવીગુણ ધારણ કરો. અનેક ને આપ સમાન બનાવો. ગોડ ફાધર નાં તમે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છો. કલ્પ પહેલાં પણ બન્યા હતાં ફરી હમણાં પણ એ જ મુખ્ય-ઉદ્દેશ છે. આ છે સત્ય નર થી નારાયણ બનવાની કથા. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર :-
- પોતાની બીમારી સર્જન થી ક્યારેય પણ છુપાવવાની નથી. માયા નાં ભૂતો થી સ્વયં ને બચાવવાના છે. પોતાને રાજતિલક આપવા માટે સર્વિસ જરુર કરવાની છે.
- સ્વયં ને અવિનાશી જ્ઞાન-ધન થી ધનવાન બનાવવાના છે. હવે પાપ આત્માઓ સાથે લેન-દેન નથી કરવાની. ભણતર પર પૂરે-પુરું અટેન્શન (ધ્યાન) આપવાનું છે.
| વરદાન :- |
આ કલ્યાણકારી યુગ માં સર્વ નું કલ્યાણ કરવા વાળા પ્રકૃતિજીત માયાજીત ભવ સંગમયુગ ને કલ્યાણકારી યુગ કહેવાય છે આ યુગ માં સદા આ સ્વમાન યાદ રહે કે હું કલ્યાણકારી આત્મા છું, મારું કર્તવ્ય છે પહેલાં સ્વ નું કલ્યાણ કરવાનું પછી સર્વ નું કલ્યાણ કરવાનું. મનુષ્યાત્માઓ તો શું, આપણે પ્રકૃતિ નું પણ કલ્યાણ કરવા વાળા છીએ એટલે પ્રકૃતિજીત, માયાજીત કહેવાય છે. જ્યારે આત્મા પુરુષ પ્રકૃતિજીત બની જાય છે, તો પ્રકૃતિ પણ સુખદાઈ બની જાય છે. પ્રકૃતિ તથા માયા ની હલચલ માં આવી ન શકે. એમનાં પર અકલ્યાણ નાં વાયુમંડળ નો પ્રભાવ પડી નથી શકતો. |
| સ્લોગન :- | એક-બીજા નાં વિચારો ને સન્માન આપો તો માનનીય આત્મા બની જશો. |