ગુજરાતી મુરલી · Brahma Kumaris

ગુજરાતી મુરલી · 29 ડિસેમ્બર, 2024

ઓમ શાંતિ · BapDada ·

આજની મુરલી — today’s murli in Gujarati, aajni murli.

18
મુરલી29 ડિસેમ્બર, 2024 · ગુજરાતી
0:00--:--

લખાણ પસંદ કરો → હાઇલાઇટ / બોક્સ / અન્ડરલાઇન

29.12.2024
પ્રાતઃમુરલી
ઓમ શાંતિ
“અવ્યક્ત-બાપદાદા”
રીવાઈઝ ૩૧-૧૨-૦૨ મધુબન

“ આ નવાં વર્ષ માં સર્વ ખજાના સફળ કરી સફળતા મૂર્ત બનવાની વિશેષતા દેખાડો”

આજે નવયુગ રચયિતા, નવજીવન દાતા બાપદાદા નવું વર્ષ મનાવવા આવ્યા છે. તમે બધા પણ નવું વર્ષ મનાવવા આવ્યા છો કે નવયુગ મનાવવા માટે આવ્યા છો? નવું વર્ષ તો બધા મનાવે છે પરંતુ તમે બધા નવજીવન, નવયુગ અને નવું વર્ષ ત્રણેય મનાવી રહ્યા છો. બાપદાદા પણ ત્રિમૂર્તિ મુબારક આપી રહ્યા છે. નવાં વર્ષ ની એક-બીજા ને મુબારક આપે છે અને સાથે કોઈ ન કોઈ ગિફ્ટ પણ આપે છે. ગિફ્ટ આપો છો ને? પરંતુ બાપદાદાએ આપ સર્વ ને કઈ ગિફ્ટ આપી છે? ગોલ્ડન દુનિયાની ગિફ્ટ આપી છે. બધાને ગોલ્ડન દુનિયાની ગિફ્ટ મળી ગઈ છે ને? જે ગોલ્ડન દુનિયા માં, નવયુગ માં સર્વપ્રાપ્તિઓ છે. યાદ છે પોતાનું રાજ્ય? કોઈ અપ્રાપ્તિ નું નામો-નિશાન નથી. એવી ગિફ્ટ બાપદાદા સિવાય બીજા કોઈ આપી ન શકે. આખા વિશ્વ માં જો કોઈ મોટા માં મોટી સૌગાત આપશે પણ તો શું આપશે? મોટા માં મોટો તાજ અથવા તખ્ત આપી દેશે. જ્યારે સ્થાપના થઈ હતી, (આગળ-આગળ બેઠાં છે સ્થાપના વાળા) ત્યારે આદિ માં જ બ્રહ્મા બાપ બાળકોને પૂછતા હતાં કે જો તમને આજકાલની કોઈ પણ રાણી તાજ અને તખ્ત આપે તો તમે જશો? યાદ છે ને? તો બાળકો કહેતા હતાં આ તાજ અને તખ્ત ને શું કરીશું? જ્યારે બાપ મળી ગયા તો આ શું છે? તો આ ગોલ્ડન વર્લ્ડ ની ગિફ્ટ આગળ કોઈ પણ ગિફ્ટ મોટી નથી હોઈ શકે. ઘણાં બાળકો પૂછે છે ત્યાં શું-શું પ્રાપ્તિ થશે? તો બાપદાદા કહે છે પ્રાપ્તિઓ નું લિસ્ટ તો લાંબુ છે પરંતુ સાર રુપ માં શું કહેવાશે? અપ્રાપ્ત કોઈ નથી વસ્તુ, જે જીવન માં જોઈએ તે બધી પ્રાપ્તિઓ થશે. તો એવા ગોલ્ડન ગિફ્ટ નાં અધિકારી આત્માઓ છો. અધિકારી છો ને? ડબલ વિદેશી અધિકારી છો? (હાથ હલાવે છે) બધા રાજા બનશે? તો આટલાં તખ્ત તૈયાર કરવા પડશે. બાપદાદા કહે છે તે તખ્ત તો તખ્ત છે, સર્વપ્રાપ્તિઓ છે પરંતુ આ સંગમયુગ નું સ્વરાજ્ય એનાથી ઓછું નથી. હમણાં પણ રાજા છો ને? પ્રજા છો કે રોયલ ફેમિલી છો? શું છો? એક જ બાપ છે જે ફલક થી કહે છે કે મારું એક-એક બાળક રાજા બાળક છે. રાજા છો ને? રાજયોગી છો કે પ્રજા યોગી છો? આ સમયે બધા દિલ તખ્તનશીન, સ્વરાજ્ય અધિકારી રાજા બાળકો છે, આટલો રુહાની નશો રહે છે ને? કારણકે આ સમય નાં સ્વરાજ્ય થી જ ભવિષ્ય રાજ્ય પ્રાપ્ત થાય છે. આ સંગમયુગ ખૂબ-ખૂબ-ખૂબ અમૂલ્ય શ્રેષ્ઠ છે. સંગમયુગ ને બાપદાદા અને બધા બાળકો જાણે છે, ખુશી-ખુશી માં સંગમયુગ નું નામ શું આપે છે? મોજ નો યુગ. કેમ? અહીં સંગમ જેવી મોજ પૂરાં કલ્પ માં નથી. કારણ? પરમાત્મ-મિલન ની મોજ પૂરાં કલ્પ માં હમણાં મળે છે. સંગમયુગ નો એક-એક દિવસ શું છે? મોજ જ મોજ. મોજ છે ને? મોજ છે, મુંઝાતા તો નથી ને? દરેક દિવસ ઉત્સવ છે કારણકે ઉત્સાહ છે. ઉમંગ છે, ઉત્સાહ છે કે પોતાનાં બધા ભાઈ-બહેનો ને પરમાત્મ-પિતા નાં બનાવીએ. સેવા નો ઉમંગ-ઉત્સાહ રહે છે ને? આ કરીએ, આ કરીએ, આ કરીએ… પ્લાન બનાવો છો ને? કારણકે જે શ્રેષ્ઠ પ્રાપ્તિ થાય છે તો બીજાઓને સંભળાવ્યા વગર રહી નથી શકતાં. આ જ સંગમયુગ ની પ્રાપ્તિ ગોલ્ડન વર્લ્ડ માં પણ થશે. હમણાં નાં પુરુષાર્થ ની પ્રારબ્ધ ભવિષ્ય ગોલ્ડન વર્લ્ડ છે. તો સંગમયુગ ગમે છે કે સતયુગ ગમે છે? શું ગમે છે? સંગમ સારો છે ને? ફક્ત વચ્ચે-વચ્ચે માયા આવે છે. થોડા-થોડા ક્યારેક-ક્યારેક મુંઝાઈ જાય છે. ઘણાં બાળકો સહજયોગ ને મુશ્કેલ યોગ બનાવી દે છે, છે નહીં પરંતુ બનાવી દે છે. હકીકત માં છે ખૂબ સહજ, મુશ્કેલ લાગે છે? જેમને મુશ્કેલ લાગે છે તે હાથ ઉઠાવો. સદા નહીં, ક્યારેક-ક્યારેક મુશ્કેલ છે? કે સહજ છે? જે મુશ્કેલ યોગી છે તે હાથ ઉઠાવો. માતાઓ મુશ્કેલ યોગી છો કે સહજયોગી? કોઈ મુશ્કેલ યોગી છે? (કોઈ હાથ નથી ઉઠાવી રહ્યા) પૂરી સભા માં હાથ કેવી રીતે ઉઠાવશે?

બધા બાળકો ફલક થી કહે છે મારા બાબા. મારા બાબા છે કે દાદીઓનાં બાબા છે? મારા બાબા છે ને? દરેક કહેશે પહેલાં મારા. એવું છે? આ સિંધી લોકો બધા બેઠાં છે ને? મારા બાબા છે કે દાદી જાનકી નાં છે? દાદી પ્રકાશમણી નાં છે? કોનાં છે? મારા છે? આખો દિવસ શું યાદ રહે છે? મારા ને? બાપ કહે છે ખૂબ સહજ યુક્તિ છે જેટલી વાર મારું-મારું કહો છો, આખા દિવસ માં કેટલી વાર મારું શબ્દ કહો છો? જો ગણતરી કરો તો અનેક વાર મારું શબ્દ બોલો છો. જ્યારે મારું શબ્દ બોલો છો તો બસ, મારું કોણ? મારા બાબા. મુશ્કેલ છે? ક્યારેક-ક્યારેક બોલ તો ભૂલી તો જાઓ છો? બાપદાદા કોઈ નવો શબ્દ નથી આપતા, જે સદૈવ કાર્ય માં લાવો છો હું અને મારું, તો હું કોણ અને મારું કોણ! ઘણાં બાળકો મુશ્કેલ પુરુષાર્થ કેમ કરે છે? ફક્ત વિચારે છે બિંદુ સામે આવી જાય, બિંદુ બિંદુ બિંદુ… અને બિંદુ ખસી જાય છે. બિંદુ તો છો પરંતુ કયું બિંદુ? હું કોણ છું, આ પોતાનાં સ્વમાન સ્મૃતિ માં લાવો તો રમણીક પુરુષાર્થ થઈ જશે ફક્ત જ્યોતિ બિંદુ કહો છો ને તો મુશ્કેલ થઈ જાય છે. સહજ પુરુષાર્થ, મોજ નો પુરુષાર્થ કરો.

આ નવાં વર્ષ માં પુરુષાર્થ પણ શ્રેષ્ઠ હોય પરંતુ શ્રેષ્ઠ ની સાથે પહેલાં સહજ હોય. સહજ પણ હોય અને શ્રેષ્ઠ પણ હોય આ બની શકે છે? બંને સાથે બની શકે છે? ડબલ ફોરેનર્સ બોલો, બની શકે છે? તો બાપદાદા જોશે. બાપદાદા તો ચેક કરતા રહે છે ને? તો મુશ્કેલ યોગી કોણ-કોણ બને છે? સહજયોગી નો આ અર્થ નથી કે અલબેલાપણા નો પુરુષાર્થ હોય. શ્રેષ્ઠ પણ હોય અને સહજ પણ હોય. તો પાંડવ સહજયોગી છે? સહજયોગી જે છે તે હાથ ઉઠાવો. જોજો ટી.વી.માં આવી રહ્યું છે. મુબારક છે. તો આ વર્ષે કોઈની આગળ કોઈ મુશ્કેલી નહીં આવશે કારણકે સહજયોગી છો. અલબેલા નહીં બનતાં.

સમય પ્રમાણે આ નવાં વર્ષ માં બધાએ વિશેષ આ લક્ષ રાખવાનું છે કે જે પણ ખજાના પ્રાપ્ત છે - સમય છે, સંકલ્પ છે, ગુણ છે, જ્ઞાન છે, શક્તિઓ છે… સૌથી મોટો ખજાનો સંકલ્પ છે - શ્રેષ્ઠ સંકલ્પ, શુદ્ધ સંકલ્પ. આ બધા ખજાના ને દરરોજ સફળ કરવાનાં છે. ખૂબ વહેંચો. દાતા નાં બાળકો માસ્ટર દાતા બનો. ખૂબ વહેંચો. કેમ? સફળ કરવું અર્થાત્ સફળતા પ્રાપ્ત કરવી. તો આ જ આ વર્ષ ની વિશેષતા સદા કાયમ રાખજો. સફળ કરવાનું છે અને સફળતા છે જ છે. બધા કહો પણ છો ને કે સફળતા અમારો જન્મસિદ્ધ અધિકાર છે. છે અધિકાર? તો સફળ કરો અને સફળતા પ્રાપ્ત કરો. કોઈ પણ કાર્ય કરો, કોઈ ન કોઈ ખજાના સફળ કરતા જાઓ અને સફળતા નો અનુભવ કરતા ચાલો. વિચારો - સફળતા નો અધિકાર આપ બ્રાહ્મણ આત્માઓ સિવાય બીજા કોઈને અધિકાર હોઈ શકે છે? કેમ? કારણકે બાપે તમને સફળતા ભવ નું વરદાન આપ્યું છે. બાપદાદા સદા કહે છે કે એક-એક બ્રાહ્મણ આત્મા સફળતા નો સિતારો છે, સફળતા સ્વરુપ છે. સફળતા નાં સિતારા છો ને કે મહેનત નાં સિતારા છો? બાપદાદા બધા બાળકો ને સફળતા નાં સિતારા, આ જ સ્વરુપ માં જુએ છે. યાદ છે બ્રહ્મા બાપે આદિ માં કેટલાં સમય માં બધું સફળ કર્યું? અંત સુધી પોતાનો સમય સફળ કર્યો, ભલે કર્માતીત પણ બની ગયા છતાં પણ કેટલાં પત્ર લખ્યાં? સમય સફળ કર્યો ને? છેલ્લા દિવસે પણ મુખ થી મહાવાક્ય ઉચ્ચારણ કર્યાં. છેલ્લા દિવસ સુધી બધું સફળ કર્યુ એટલે સફળતા ને પ્રાપ્ત થઈ ગયાં. તો ફોલો ફાધર. હકીકત માં સંગમયુગ નાં એક-એક સંકલ્પ, એક-એક સેકન્ડ સફળ કરવી જ સફળતા મૂર્ત બનવું છે. બધા નિશ્ચય થી કહો છો ને કે બ્રહ્મા બાપ સાથે તો અમારો ખૂબ પ્રેમ છે. તો પ્રેમ ની નિશાની છે જે બાપ ને પ્રિય હતું તે બાળકોને પ્રિય હોય. સમય, સંકલ્પ અને બધા ખજાના સફળ થાય. વ્યર્થ ન જાય. પ્રેમ ની નિશાની ફોલો ફાધર. બ્રહ્મા બાપે વિશેષતા શું દેખાડી? જે વિચાર્યુ તે સેકન્ડ માં કર્યું. ફક્ત વિચાર્યુ નથી, ફક્ત પ્લાન નથી બનાવ્યા, પ્રેક્ટિકલ માં કરીને દેખાડ્યું. તો એવું છે? ફોલો કરવા વાળા છો ને? સારું છે.

આજે અનેક આવી ગયા છે - નવું વર્ષ મનાવવા માટે. સારું છે. જો હોલ નાનો પડી ગયો તો દિલ તો મોટું છે. જુઓ, દિલ મોટું છે તો સમાઈ ગયા છો ને? (આજે સભા માં ૧૮-૧૯ હજાર ભાઈ-બહેનો બેઠાં છે) બધા બહાર બેઠેલા પણ સાંભળી રહ્યા છે ને? બહાર બેસવા વાળા સાંભળી રહ્યા છે, તે તો દેખાશે નહીં. બાપદાદાએ સાંભળ્યું કે ફોરેન માં સૌથી વધારે ઓસ્ટ્રેલિયા વાળા રાત્રે ૧૨ વાગ્યે બેસે છે અને ૪ વાગ્યે અમૃતવેલા કરીને ઉઠે છે. તો બાપદાદાએ પણ આજે ઓસ્ટ્રેલિયા ને યાદ કર્યું. સાંભળી રહ્યા છે? અહીં ઓસ્ટ્રેલિયા વાળા છે હાથ ઉઠાવો. ત્રિમૂર્તિ મુબારક પહેલાં ઓસ્ટ્રેલિયા ને પછી બધાને.

આ વર્ષનું લક્ષ તો બતાવ્યું - સફળ કરો, સફળતા છે જ. આ બધાએ પાક્કું કર્યું? સફળ કરવાનું છે. વ્યર્થ નહીં. સંગમયુગ સમર્થ યુગ છે, સફળતા નો યુગ છે, વ્યર્થ નો નથી. વ્યર્થ નાં ૬૩ જન્મ સમાપ્ત થયાં. હવે આ નાનકડો યુગ સફળ કરવાનો યુગ છે. જો સમય સફળ કરશો તો ભવિષ્ય માં પણ અડધા કલ્પ નો પૂરો સમય રાજ્ય અધિકારી બનશો. જો ક્યારેક-ક્યારેક સફળ કરશો તો રાજ્ય અધિકારી પણ ક્યારેક-ક્યારેક બનશો. સમય સફળ ની પ્રારબ્ધ આ છે. શ્વાસ સફળ કરી રહ્યા છો તો ૨૧ જન્મ સ્વસ્થ રહેશો. ચાલતાં-ચાલતાં હાર્ટ ફેલ નહીં થશે. કોઈનું હાર્ટ બંધ થઈ જાય, કોઈને નળીઓ બંધ થઈ જાય, તે નહીં થશે.

જ્ઞાન નાં ખજાના ને પણ સફળ કરો તો જ્ઞાન નો અર્થ છે સમજ, ત્યાં એટલા સમજદાર બની જશો જે કોઈ મંત્રીઓની જરુર નથી. આજકાલ તો જુઓ, શપથ લેતા જ પહેલાં મંત્રીમંડળ બનાવે છે. ત્યાં સાથી હશે પરંતુ મંત્રી નહીં હશે. રોયલ ફેમિલી દરેક દરબાર માં બેસવા વાળા તાજધારી હશે. રોયલ ફેમિલી ઓછા નહીં હશે, ભલે તખ્ત પર ન પણ બેસે પરંતુ પદ એક જ જેવું હશે એટલે આ નહીં વિચારો કે તખ્તનશીન ખૂબ થોડા બનશે પરંતુ તમે લોકો પણ રાજ દરબાર માં રાજ્ય અધિકારી નાં રુપ માં હશો. તમારા મસ્તક પર પણ તાજ હશે અને તમારો પૂરો અધિકાર હશે. તો શું બનશો? નંબરવન કે નંબરવાર, શું બનશો? નંબરવાર બનશો કે નંબરવન બનશો? તો શું કરવું પડશે, ખબર છે? હિંમત દેખાડી, આ ખૂબ સારું છે. પરંતુ વન નંબર બનવા માટે પહેલાં વિન કરવું (જીતવું) પડશે. કરી રહ્યા છો ને? કરશો, આ નહીં કહેતા, કરી રહ્યા છીએ. બીજા પણ સાંભળી રહ્યા છે. આજે સાંભળ્યું કે પહેલાં નાં સિંધ નાં બ્રહ્મા નાં સાથી ખૂબ આવ્યા છે. હાથ ઉઠાવો. નાનાં બાળકો ઉઠો, પરિવાર નાં પરિવાર આવ્યા છે. સારું. કોઈ કમાલ દેખાડશો ને? શું દેખાડશો? (મેસેજ આપશો) તે તો કરી જ રહ્યા છો. સારું, ૩૮ આવ્યા છે, તો શું કમાલ કરશો? ચલો, વધારે નથી કહેતા, નાની વાત કહે છે, કરવા માટે તૈયાર છો? બાળકો પણ કમાલ કરશે ને? (૩૮ લાખ બનાવશો) પદમગુણા મુબારક છે. તમે તો મોટી વાત બતાવી દીધી પરંતુ બાપદાદા નાની વાત કહે છે કે એક-એક, એક ને લાવો. લાવવાનાં છે? એક, એક ને લાવો. બાળકો છે તો બાળકો ને લાવો. માતાઓ છે તો ભાઈ અથવા બહેન ને લાવે, પરંતુ એક-એકે એક ને લાવવાનાં છે. આ ગ્રુપ જોઈ લો, તમે આમને ગાઈડ કરજો, આવતા વર્ષે લઈને જ આવજો, ડબલ ગ્રુપ લઈને આવજો. બાપદાદા આ જ ઈચ્છે છે કે જ્યાં થી આદિ થઈ, ત્યાં જ પ્રત્યક્ષતા થવાની છે. રહેમ આવે છે ને? બ્રહ્મા બાપ નાં દેશ નાં વાસી છો તો દેશવાસીઓ સાથે પ્રેમ હોય છે.

તમારી પાસે ખજાના ખૂબ છે, ગુણોનો ખજાનો કેટલો મોટો છે, શક્તિઓનો ખજાનો કેટલો મોટો છે. તો ગુણદાન, શક્તિઓનું દાન કરવાવાળા માસ્ટર દાતા બનો. તો જે પણ આવે, ભલે સંબંધ માં આવે કે સંપર્ક માં આવે પરંતુ એમને કોઈ ન કોઈ ગુણ અથવા શક્તિની ગિફ્ટ આપી દેજો. કોઈ ખાલી હાથ ન જાય. બીજું કંઈ નહીં તો બાપ નાં સંદેશ નાં મીઠાં બોલ, તે મીઠાં બોલ પણ ગિફ્ટ આપજો. દુનિયા વાળા તો કોઈ પણ ઉત્સવ હોય છે ને તો એક-બીજા ને મુખ મીઠું કરાવે છે. પરંતુ બાપદાદા કહે છે મુખ મીઠું તો કરાવવાનું જ છે પરંતુ પોતાનું મીઠું મુખડું પણ દેખાડવાનું છે. ફક્ત મુખ મીઠું નહીં, મુખડું પણ મીઠું. એટલી મધુરતા જમા છે ને? જે વહેંચો તો પણ ભરપૂર રહો અને આ ખજાના ને તો જેટલા વહેંચશો એટલા વધશે, ઓછા નહીં થશે. તો આ વર્ષે નોંધ કરજો, જે પણ આત્મા આવ્યા એમને કંઈક આપ્યું? જો સાંભળવા વાળા નથી તો મીઠી શક્તિશાળી દૃષ્ટિ આપજો. પરંતુ આપજો જરુર. ખાલી ન જાય. આ તો સહજ છે ને? કે મુશ્કેલ છે?

સારું - એક સેકન્ડ માં મન ની ડ્રિલ યાદ છે? દરેક આખા દિવસ માં કેટલી વાર આ ડ્રિલ કરો છો? આ નોંધ કરો. આ મન ની ડ્રિલ જેટલી વાર કરશો એટલા જ સહજયોગી, સરળ યોગી બનશો. એક તરફ મન્સા સેવા બીજી તરફ મન્સા એક્સરસાઇઝ. હમણાં-હમણાં નિરાકારી, હમણાં-હમણાં ફરિશ્તા. બ્રહ્મા બાપ આપ ફરિશ્તાઓનું આહવાન કરી રહ્યા છે. ફરિશ્તા બનીને બ્રહ્મા બાપ ની સાથે પોતાનાં ઘરે નિરાકાર રુપ માં ચાલજો પછી દેવતા બની જજો. અચ્છા.

ચારેય તરફ નાં ખૂબ-ખૂબ યાદ-પ્યાર ભલે કાર્ડ નાં રુપ માં કે પત્રો નાં રુપ માં બાપદાદા ની પાસે પહોંચી ગયા છે. બાપદાદા જાણે છે કે દરેક બાળક આ જ સમજે છે કે મારી યાદ બાબા ને આપજો, પરંતુ મળી ગઈ છે. યાદ-પ્યાર આપવા વાળા ખૂબ લાડલા બાળકો બાપદાદા ની સામે છે એટલે બાપદાદા કહે છે કે દરેક બાળક પોત-પોતાનાં નામ થી મુબારક અને દિલ ની દુવાઓ સ્વીકાર કરે.

તમને બધાને પણ નવાં જીવન, નવયુગ અને નવાં વર્ષની ખૂબ-ખૂબ પદમ-પદમ-પદમ-પદમગુણા મુબારક અને દિલની દુવાઓ, યાદ-પ્યાર અને નમસ્તે.

બાપદાદાએ બધા બાળકોને નવા વર્ષની વધાઈ આપી:-

ચારેય તરફ નાં ખૂબ મીઠાં, ખૂબ પ્રિય બાળકો ને પદમ-પદમ ગુણા નવાં વર્ષની મુબારક છે. આ જે ઘડી વીતી ગઈ, આ છે વિદાય અને વધાઈ ની ઘડી. એક તરફ વિદાય આપવાની છે, જે પોતાના માં સંપન્ન બનવામાં કમી અનુભવ કરો છો, એને વિદાય, સદા માટે વિદાય આપજો અને આગળ ઉડવા માટે વધાઈ. વધાઈ છે, વધાઈ છે, વધાઈ છે. અચ્છા - ઓમ્ શાંતિ.

વરદાન :- સ્મૃતિ ને અનુભવ ની સ્થિતિ માં સ્થિત કરવા વાળા નંબરવન વિશેષ આત્મા ભવ
બધા બ્રાહ્મણ આત્માઓ ની અંદર સંકલ્પ રહે છે કે અમે વિશેષ આત્મા નંબરવન બનીએ પરંતુ સંકલ્પ અને કર્મ નાં અંતર ને સમાપ્ત કરવા માટે સ્મૃતિ ને અનુભવ માં લાવવાની છે. જેવી રીતે સાંભળવાનું, જાણવાનું યાદ રહે છે એવી રીતે સ્વયં ને એ અનુભવ ની સ્થિતિ માં લાવવાનાં છે એનાં માટે સ્વયં નાં અને સમયનાં મહત્વને જાણી મન અને બુદ્ધિ ને કોઈ પણ અનુભવ ની સીટ પર સેટ કરી લો તો નંબરવન વિશેષ આત્મા બની જશો.
સ્લોગન :- ખરાબીઓ ની રીસ ને છોડી, સારાઈ ની રેસ કરો.

મુરલી શું છે?

મુરલી બ્રહ્માકુમારીઝનું દૈનિક આધ્યાત્મિક શિક્ષણ છે, જે દરરોજ સવારે મધુબનથી પ્રકાશિત થાય છે. અહીં તમે આજની મુરલી ગુજરાતીમાં વાંચી શકો છો, ઓડિયો સાંભળી શકો છો અને PDF ડાઉનલોડ કરી શકો છો. અભ્યાસમાં મદદ માટે લખાણમાં હાઇલાઇટ કરી શકો છો — તમારા નિશાન આ જ બ્રાઉઝરમાં સુરક્ષિત રહે છે.

28 ભાષાઓમાં મુરલી

Daily Murli · Madhuban સ્ત્રોત: મધુબન મુરલી વિભાગ આ એક સ્વતંત્ર વાચક એપ છે, સત્તાવાર વેબસાઇટ નથી.